• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Health Raids, Samples Of Sweets, Dairy Products And Edible Oil Were Taken At 10 Places Including Rasikbhai Chevdawala And Joker Ngumtia.

રાજકોટના સમાચાર:રસિકભાઈ ચેવડાવાળા અને જોકર ગાંઠિયા સહિત 10 સ્થળે આરોગ્યના દરોડા, મીઠાઇ, ડેરી પ્રોડક્ટસ તથા ખાદ્યતેલના નમૂના લેવાયા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લીમડા ચોક, ચૌધરી હાઈસ્કૂલ, કસ્તુરબા રોડ વિસ્તારમાં ભરસિકભાઈ ચેવડાવાળા અને જોકર ગાંઠિયા સહિત 10 સ્થળોએ મીઠાઇ, ડેરી પ્રોડક્ટસ, ઠંડાપીણાતથા ખાદ્યતેલના નૂમના લેવાયા હતા. તેમજ સ્થળ પર નોદ મેડિસિન્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

MCMC મીડિયા કંટ્રોલ રૂમ જનરલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી
લોકશાહીના અવસર સમા વિધાનસભા સામાન્ય ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પેઈડ ન્યૂઝના નિરીક્ષણ અર્થે એમ.સી.એસ.સી. મીડિયા કંટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે આજરોજ 73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ MCMC મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

પેઈડ ન્યૂઝ મોનીટરીંગ અંગે તલસ્પર્શી ચર્ચા કરી
આ તકે જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ મીડિયા કંટ્રોલ રૂમ દ્વારા રાજકોટ જિલ્લાના ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરાતી પ્રચાર પ્રસાર તથા પેઈડ ન્યુઝ સંબંધી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી. ઉપરાંત અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે પેઈડ ન્યૂઝ અંગેના નિયત ફોર્મ વિશે જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાને માહિતી પૂરી પાડી હતી. તેમજ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં સ્ટાફ સાથે પેઈડ ન્યૂઝ મોનીટરીંગ અંગે તલસ્પર્શી ચર્ચા કરી હતી.