• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Health Raids On 5 Restaurants Including Mahiraj Kathiyawadi, Patel Farsan In Rajkot, Destruction Of 32 Kg Inedible Items Including Stale Manchurian, Sauce

ચેકીંગ:રાજકોટમાં મહિરાજ કાઠીયાવાડી, પટેલ ફરસાણ સહિત 5 રેસ્ટોરન્ટ પર આરોગ્યના દરોડા, વાસી મન્ચુરીયન, સોસ સહિતના 32 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાર્ડ સહિતના સ્થળોએથી ડ્રાયફ્રુટ અને તીખા ગાંઠીયાના સેમ્પલ લઇ લેબમાં મોકલાયા
  • ગંદા મન્ચુરીયન, લોટ, દાઝીયુ તેલ પણ મળ્યા, પાંચ રેસ્ટોરન્ટમાં ફૂડ શાખાની કાર્યવાહી

મનપાની ફૂડ શાખા દ્વારા કોઠારીયા રોડની પાંચ રેસ્ટોરન્ટ અને દુકાનોમાંથી વાસી મન્ચુરીયન, સોસ સહિતના 32 કિલો માલનો નાશ કરીને ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે તો ડ્રાયફ્રુટ અને ફરસાણના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે. ફૂડ વિભાગની ટીમે ગોંડલ રોડના મહિરાજ કાઠીયાવાડીમાંથી 3 કિલો વાસી મન્ચુરીયન, પટેલ સમોસામાંથી બે કિલો વાસી બાંધેલો લોટ, પટેલ વડાપાઉંમાંથી 20 કિલો સોસ, ક્રિષ્ના પાણીપુરીમાંથી 3 કિલો બટેટાનો મસાલો અને કોઠારીયા રોડના હરી ઘવા માર્ગ પરથી ચાર કિલો દાઝીયુ તેલ જપ્ત કરીને ફેંકી દીધુ હતું.

આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા નોટીસ
પટેલ વડાપાઉંને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા નોટીસ અપાઇ હતી. તો ખોડીયાર ફરસાણમાં તેલની માહિતીનું બોર્ડ મુકવા અને દાઝીયુ તેલ ન વાપરવા નોટીસની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ગીરીરાજ ઘુઘરા, પી.ડી.પંજાબી, ભાઇજાન એગ્ઝ, મટુકી રેસ્ટોરન્ટ, સંગીતા રેસ્ટોરન્ટ, અંકુર, ગણેશ અને મહાકાળી પાણીપુરી, ખેતલાઆપા ફૂડ પ્રોડકટમાં ચેકીંગ કરાયું હતું જયાં બધુ બરાબર મળ્યું હતું.

તીખા ગાંઠીયાનું સેમ્પલ લઇને પરીક્ષણમાં મોકલવામાં આવ્યું
તંત્ર દ્વારા પેડક રોડના પ્રેસીયસ ઓર્નામેન્ટમાંથી 250 ગ્રામ ડ્રાયફ્રુટ કાજુ અને જુના માર્કેટ યાર્ડના જતીપુરા એન્ટરપ્રાઇઝમાંથી બદામના નમુના લેવાયા હતા જયારે હરી ઘવા રોડના ખોડીયાર ફરસાણમાંથી પણ તીખા ગાંઠીયાનું સેમ્પલ લઇને પરીક્ષણમાં મોકલવામાં આવ્યું છે.કોઠારીયા રોડ પર ખોડીયાર ફરસાણમાં ૪ કિલો તેલનો નાશ કરી ફરસાણ બનાવવા માટે જે તેલ ઉપયોગમાં લેવામાં આવતું હોય તેનું બોર્ડ મારવા તાકીદ કરવામાં આવી હતી. આજે ચેકિંગ દરમિયાન ૩૨ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી ૩ વેપારીને નોટિસ આપવામાં આવી છે.