મહાપાલિકાની આરોગ્ય શાખા અચાનક જ એક્ટિવ થઈ ગઈ હોય તેવી રીતે છેલ્લા થોડા દિવસોથી શહેરમાં વિવિધ સ્થળો ઉપર ખાણીપીણીનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ સહિતની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે આજે 40 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ દરમિયાન આરોગ્યના દરોડા 12 પેકેટ વાસી બ્રેડ, 3 કિલો વાસી પિઝા, પાંચ કિલો પસ્તીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 17 જેટલા ધંધાર્થીઓ પાસે લાયસન્સ ન હોવાથી તેમનેે નોટિસ ફટકારાઈ છે.
8 ધંધાર્થીઓ લાયસન્સ વગર ઈંડાનું વેચાણ કરતા હતા
બીજી બાજુ ઈંડા-નોનવેજની રેંકડીઓમાં ચેકિંગ પણ સઘન બનાવી દેવાયું છે. દરમિયાન આજે ‘વન રોડ વન વીક ઝુંબેશ’ અંતર્ગત રૈયા રોડ પર હાથ ધરાયેલા ચેકિંગમાં ઈંડાનું વેચાણ કરતાં 8 જેટલા ધંધાર્થીઓ લાયસન્સ લીધા વગર જ વેચાણ કરતાં હોવાનું ધ્યાન પર આવતાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે. સાથોસાથ આરોગ્ય શાખાએ રૈયા રોડ પર આવેલી હરભોલે ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધ (લુઝ) અને હસનવાડી મેઈન રોડ પર આવેલી બલરામ ડેરીફાર્મમાંથી મીક્સ દૂધ (લૂઝ)નો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
વાસી બ્રેડના કુલ 12 પેકેટ મળ્યા
રૈયા રોડ પર આઝાદ ચોકમાં ઉભી રહેલી સહકાર મોગલાઈ, રૈયા રોડ પેટ્રોલ પંપ પાસે નૂર મોગલાઈ, લક્કી આમલેટ, યુનિવર્સિટી રોડ ગેઈટ પાસે ઈરફાન આમલેટ, રોયલ એગ્ઝ, મવડી કણકોટ રોડ પર શગુન સર્કલ પાસે જન્નત એગ્ઝ, સ્ટાર એગ્ઝ, સંજરી એગ્ઝના ધંધાર્થી પાસે લાયસન્સ હોવાથી તેને નોટિસ ફટકારાઈ છે. આ ઉપરાંત યુનિ. રોડ ગેટ પાસે છગનદાસ વધવા નામના ધંધાર્થીને ત્યાંથી વાસી બ્રેડના 6 પેકેટ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શગુન સર્કલ પાસે અનસ આમલેટમાંથી પણ વાસી બ્રેડના 6 પેકેટ મળી આવતાં તેનો નાશ કરાયો હતો.
કક્ષા એન્ટરપ્રાઈઝમાંથી 3 કિલો વાસી પીઝા મળ્યા
દરમિયાન રૈયા રોડ પર રાજ એજન્સી, ન્યુ ક્રિષ્ના પાન, ઓમ મેડિકલ, રાધે પાન, ન્યુ રાજેશ પાન, બાલાજી શોપિંગ, ડોનિયર ફૂડઝ, રઘુવીર ખમણ, શ્રીરામ સીંગ અને અમૃત ઔષધને લાયસન્સ અંગેની નોટિસ આપવામાં આવી છે. રૈયા રોડ પર કક્ષા એન્ટરપ્રાઈઝમાંથી 3 કિલો વાસી પીઝા, પ્રણામી ફરસાણ માર્ટમાંથી 2 કિલો પસ્તી મળી આવતાં તેનો નાશ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.