ચેકીંગ:રાજકોટમાં કોસ્મોપોલીટન હોટલ અને સાગર ફરસાણ સહિત 31 ધંધાર્થી પર આરોગ્યના દરોડા, 28 કિલો વાસી ફૂડ, દાઝીયુ તેલ, પસ્તીનો નાશ કરાયો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાગર ફરસાણ માર્ટમાંથી 5 કિલો દાજીયુ તેલ મળી આવ્યું - Divya Bhaskar
સાગર ફરસાણ માર્ટમાંથી 5 કિલો દાજીયુ તેલ મળી આવ્યું
  • શિયાળામાં પ્રથમ વખત તલ અને દાળીયાની ચીકીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા

રાજકોટમાં મનપાની આજની ડ્રાઇવમાં કાલાવડ રોડ પરની કોસ્મોપોલીટન હોટલ અને સાગર ફરસાણ સહિત 31 ધંધાર્થી પર દરોડા પાડ્યા હતા. જ્યાં 28 કિલો વાસી ફૂડ, દાઝીયા તેલનો નાશ કરીને 8 પેઢીને નોટીસ આપવામાં આવી છે તો શિયાળામાં ચીકીના નમુના લેવાનું પણ શરૂ કરાયું છે. આજની ડ્રાઇવમાં 31 ધંધાર્થીને ત્યાંથી વાસી 11 કિલો ફૂડ, 10 કિલો દાઝીયું તેલ, 3 કિલો અખાદ્ય સોડા, 4 કિલો છાપેલી પસ્તી સહિતનો માલ મળતા નોટીસ આપવામાં આવી છે.

લાયસન્સ માટે નોટીસો આપવામાં આવી
જે જગ્યાએ નોટીસ આપવામાં આવી તેમાં કોસ્મોપોલીટન હોટલમાંથી સાંભાર 6 કિ.ગ્રા., રાઇસ 5 કિ.ગ્રા., સાગર ફરસાણ માર્ટમાંથી દાજીયુ તેલ 5 કિ.ગ્રા., છાપેલી પસ્તી 4 કિ.ગ્રા, અખાદ્ય સોડા 3 કિ.ગ્રા., ધનલ્ક્ષ્મી ફરસાણમાંથી દાજીયુ તેલ 5 કિ.ગ્રા.નો નાશ કરી લાયસન્સ માટે નોટીસો અપાઇ હતી. હાઇજીન બાબતે પણ, કાઠીયાવાડ ટી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ પાન હાઉસ, આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ધ માધવ પાન, ઉમિયાજી અમુલ પાર્લર, સિધ્ધીવિનાયક આઇસ્ક્રીમને નોટીસ અપાઇ છે.

3 કિલો અખાદ્ય સોડાનો સ્થળ પર નાશ કરાયો
3 કિલો અખાદ્ય સોડાનો સ્થળ પર નાશ કરાયો

તલ અને દાળીયાની ચીકીના નમુના લેવાયા
આજના રાઉન્ડમાં કાલાવડ રોડ પર ચકાસણી કરેલ સ્થળો પ્રેમવતી રેસ્ટોરન્ટ, ચોકલેટ કોર્નર, ધારેશ્વર ડેરી ફાર્મ, રીઅલ પેપરીકા, જય નકલંક ટી સ્ટોલ, ડીલક્સ પાન, યશ પાન, બાલાજી ઘુઘરા, બોમ્બે સ્ટાઇલ ભેળવાલા, રામકૃપા ડેરી ફાર્મ શ્રી પંચનાથ મેડીકલ સ્ટોર, પ્રમુખ મેડીસીન્સ, અશોક પાન, દ્વારકાધીશ ટી સ્ટોલ, અંબિકા ફરસાણ, રસિકભાઇ ચેવડાવાળા, શ્રી ભવાની સેલ્સ એજન્સી, ગાયત્રી ડેરી ફાર્મ, ડી.જે.ફુડ્ઝ, આઇશ્રી ખોડીયાર નાસ્તાગૃહ, રજવાડી રેસ્ટોરન્ટ, મહાવીર સુપર માર્કેટમાં ચકાસણી કરવામાં આવી હતી. દરમ્યાન ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૐ ગૃહ ઉદ્યોગ, પોપટપરા મેઇન રોડ પરથી તલ અને દાળીયાની ચીકીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...