• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Health Raids At 21 Places In Rajkot, Including Jeet Puff, Flavors Restaurant And Bombay Hotel, Destruction Of 4 Kg Of Stale Food, 2 Notices Issued

ચેકીંગ:રાજકોટમાં જીત પફ, ફ્લેવર્સ રેસ્ટોરન્ટ અને બોમ્બે હોટલ સહિત 21 જગ્યાએ આરોગ્યના દરોડા, 4 કિલો વાસી ખોરાકનો નાશ, 2ને નોટિસ ફટકારી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા બદલ 11 લોકો પાસેથી રૂા.3,750નો દંડ વસુલવામાં આવ્યો

રાજકોટમાં આજે મનપાની ફૂડ શાખા દ્વારા જીત પફ, ફ્લેવર્સ રેસ્ટોરન્ટ અને બોમ્બે હોટલ સહિત 21 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં 4 કિલો વાસી ખોરાકનો નાશ કરી 2 વેપારીઓને ફૂડ લાયસન્સ અને અનહાઇજેનીંક ફૂડ અંગે નોટીસ આપવામાં આવી હતી.

હાઇજીન બાબતે નોટીસ ફટકારવામાં આવી
આ ચેકીંગ દરમિયાન માહી સુપર ગોલ્ડ પેસ્ચરાઇઝ્ડ ફુલ ક્રીમ દૂધનો બાલાજી મિલ્ક સપ્લાયર પાસેથી નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. સાથોસાથ ઇન્ડીયા રેસ્ટોરન્ટમાં 4 કિલો વાસી પ્રિપેર્ડ શાકનો નાશ કરવામાં આવ્યો હતો હાઇજીન બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.

482 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા
આ ઉપરાંત દબાણ હટાવ શાખા દ્વારા ગોંડલ રોડ પરથી 482 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી ફેલાવવા સબબ 11 લોકો પાસેથી રૂા.3,750, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા 11 આસામીઓ પાસેથી રૂા.4,250નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

11 ફૂટપાથ રીપેર કરવામાં આવ્યા
બાંધકામ શાખા દ્વારા ટોર્મ વોટરના મેન હોલ, ડ્રેનેજના 4 મેન હોલ, 11 પાણીની વાલ્વ ચેમ્બરની સફાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત 11 ફૂટપાથ રીપેર કરવામાં આવ્યા હતા. અલગ-અલગ શાખાઓ દ્વારા ગેરકાયદે દબાણ ખડકનાર કે કાયદાનો ભંગ કરનાર સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...