તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે રાજકોટ કોરોનામુક્ત, એક પણ કેસ નોંધાયો નહીં, તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની ટીમે પીડિયાટ્રિક સર્વે શરૂ કર્યો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42,810 પર પહોંચી

રાજકોટ કોરોનામુક્ત તરફ આગળ વધી રહ્યું છે. ગઇકાલે શહેરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. આજે એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 42810 કેસ નોઁધાયા છે અને 10 દર્દી સારવાર હેઠળ છે. જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને લઇને આજે સતત બીજા દિવસે વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. આજથી શહેરના તમામ વોર્ડમાં પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

રાજકોટના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની ટીમે પીડિયાટ્રિક સર્વે શરૂ કર્યો
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં ત્રીજી લહેરની શક્યતા હોવાને લઈને તંત્ર પણ એલર્ટ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પીડિયાટ્રિક સર્વે બાદ હવે શહેરી વિસ્તારમાં પણ પીડિયાટ્રિક સર્વેનો વધુ એક રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજથી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત જરૂર જણાય ત્યાં સ્થળ પર બાળકોને સારવાર આપવામાં આવશે.

બાળકોનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વધુ જરૂર જણાશે તો બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. તેમજ બાળકનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્રીજી લહેર પૂર્વે મહાનગરપાલિકા પીડીયાટ્રિક સર્વે અંતર્ગત રાજકોટ શહેરમાં રહેલા તમામ બાળકોનો ડેટા એકત્રિત કરવા માંગે છે. જે અંતર્ગત કોમોર્બીડિટી ધરાવતા કેટલા બાળકો છે તેનો પણ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...