• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Health Department Strikes At 5 Places Including Tea Street On Nirmala Road In Rajkot, Destroyed 25 Kg Of Stale Oil, Jalebi, Sambaro

ચેકીંગ:રાજકોટમાં નિર્મલા રોડ પર ટી સ્ટ્રીટ સહિત 5 જગ્યાએ આરોગ્ય વિભાગ ત્રાટકયું, 25 કિલો વાસી તેલ, જલેબી, સંભારો મળી આવતા સ્થળ પર નાશ કરાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુધ્ધ ઘીના વધુ બે નમુના, લાઇટ ફેટનું સેમ્પલીંગ
  • ફરી લકઝરી ડાર્ક ચોકલેટ લેબોરેટરીમાં મોકલાઇ

શહેરની ખાણીપીણી બજારોમાં મહાપાલિકાની ફૂડ શાખાએ ચાલુ રાખેલા દરોડાના દૌરમાં દુકાનો, ધાબા અને રાત્રી બજારોમાંથી રોજ મોટા પાયે વાસી માલ મળતો હોય, લોકોને સંપૂર્ણ આરોગ્યપ્રદ ભોજન અને નાસ્તો કયાં મળશે તે સવાલ થઇ ગયો છે. ગઇકાલે મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસેની ટી સ્ટ્રીટ સહિતની પાંચ દુકાનોમાં દરોડા પાડીને 25 કિલો વાસી જલેબી, સંભારા, દાઝીયા તેલ સહિતના માલનો નાશ કર્યો હતો.ફૂડ તંત્રએ કાલાવડ રોડ, કોઠારીયા રોડ, નાણાવટી ચોક સહિતની રાત્રી બજારોમાં ચેકીંગ કર્યુ હતું. જોકે 25 પૈકી માત્ર પાંચ દુકાનમાંથી જ વાસી માલ અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળી હતી. તો ફરી ડાર્ક ચોકલેટ અને ઘીના નમુના લેવાયા છે.

ફૂડ લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી
મહિલા કોલેજ નજીક કાલાવડ રોડ તરફ આવેલ તનિશા ફૂડસના ટી સ્ટ્રીટ ધાબામાં ફૂડ તંત્રએ દરોડો પાડતા ત્યાંથી 10 કિલો વાસી દાઝીયુ તેલ, 3 કિલો ગાંઠીયાનો સોસ, બે કિલો વાસી જલેબી, એક કિલો વાસી પપૈયાનો સંભારો મળી આવ્યા હતા. આ જગ્યાએ ચા-ગાંઠીયા સહિતનો સ્ટોલ છે અને લોકો ધાબામાં બેસીને નાસ્તો કરતા હોય છે. અહીં આરોગ્ય પ્રદ સ્થિતિ પણ યોગ્ય ન હોય તે માટે અને ફૂડ લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી છે.

20 ખાણીપીણીના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું
આ ઉપરાંત અટીકા મેઇન રોડ પર એસ.એ. ફીશ સેન્ટરને પણ ફૂડ લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી છે. હરીધવા માર્ગના બાપા સીતારામ ડેરીમાંથી ચાર કિલો વાસી મીઠાઇનો નાશ કરીને બેસ્ટ બિફોર ડેટ લખવા અને ફૂડ લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી છે. નિર્મલા રોડના ક્રિષ્વા ફૂડ ઝોનમાંથી સાડા ત્રણ કિલો અખાદ્ય બટેટા મળતા તેનો નાશ કરીને નોટીસ અપાય છે તો પંચાયત ચોકના ભોલે ફ્રુટ સેન્ટરમાંથી પણ બે કિલો વાસી ફ્રુટ મળતા ફૂડ લાયસન્સ અંગે નોટીસ અપાઇ છે. આ સિવાય નાણાવટી ચોકના 20 ખાણીપીણીના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી કોઇ વાસી માલ ન મળ્યાનું વિભાગે કહ્યું હતું.

નમુના લેવાયા
ફૂડ તંત્રએ કોટેચા ચોકમાં આવેલ કનકાઇ એન્ટરપ્રાઇઝના ચોકલેટ કોર્નરમાંથી લકઝરી ડાર્ક ચોકલેટનો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલ્યો છે. તો ફાસ્ટ ફૂડમાં પનીરની જેમ વપરાતા સ્પાન લાઇટ ફેટનો નમુનો પેડક રોડના બ્રાહ્મણીયાપરા -4માં આવેલ મહાદેવ દિવેલમાંથી લેવામાં આવ્યો છે. જયારે જગન્નાથ ચોકમાં આવેલ આઇ મોગલ ડેરી ફાર્મ અને કેવડાવાડી મેઇન રોડના ક્રિષ્ના ઘી ભંડારમાંથી શુધ્ધ ઘીના બે નમુના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે.