તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એકસક્લૂઝિવ:કોરોનાની રસી માટે 0.5 ml ક્ષમતાની 5 લાખ સિરિંજ રાજકોટ મોકલતું આરોગ્ય વિભાગ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિજ્યોનલ વેક્સિન સ્ટોરમાં જથ્થો મોકલાયા બાદ તુરંત જ અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાયો - Divya Bhaskar
રિજ્યોનલ વેક્સિન સ્ટોરમાં જથ્થો મોકલાયા બાદ તુરંત જ અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાયો
  • રિજ્યોનલ વેક્સિન સ્ટોરમાં જથ્થો મોકલાયા બાદ તુરંત જ અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાયો
  • સિરિંજ એક વખત વપરાતા જ લોક થઈ જશે જેથી બીજીવાર વાપરી નહીં શકાય

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વેક્સિનેશનની તૈયારીના ભાગરૂપે રાજકોટ સ્થિત રિજ્યોનલ વેક્સિન સ્ટોરમાં રસી જેમાં અપાશે તે 0.5 મિલિની ક્ષમતાની 5 લાખ સિરિંજ મોકલી છે. ક્ષમતા જોતા રસીનો ડોઝ પણ આટલો રહે તેવી શક્યતા છે. સિરિંજ આવતા જ સ્ટોરમાંથી અલગ અલગ સેન્ટરમાં ફાળવી દેવાઈ છે અને હાલ સેન્ટર પાસે સિરિંજ નથી. બીજી તરફ રસીને સાચવવા માટે નવી ટેક્નોલોજીવાળા 25 ઈનલાઈન રેફ્રિજરેટર મોકલ્યા છે જેમાંથી 3 સ્ટોરમા રહેશે, બાકીના મથકોએ મોકલી દેવાશે.ગુજરાતમાં વેક્સિનેશન માટે તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ રસી આવી રહી છે તેનો નિર્દેશ રાજકોટ સ્થિત રિજ્યોનલ વેક્સિન સ્ટોરમાં જોવા મળ્યો છે.

રાજ્ય સરકારે વેક્સિન સ્ટોરને કોરોનાના વેક્સિનેશન કરવા માટે 5 લાખ સિરિંજનો જથ્થો મોકલ્યો છે અને જથ્થો આવતાની સાથે જ તમામને અલગ અલગ સેન્ટર પર મોકલી દેવાયો છે જેથી હાલ વેક્સિન સ્ટોરમાં એકપણ સિરિંજ નથી. સિરિંજની કેપેસિટી 0.5 મીલી છે જેના પરથી એ પણ નિર્દેશ મળે છે કે કોરોનાની વેક્સિનનો એક ડોઝ 0.5 મીલી જેટલો અથવા તેનાથી ઓછો રહેશે.

નવી ટેક્નોલોજીવાળા 25 ઈનલાઈન રેફ્રિજરેટર મોકલ્યા છે જેમાંથી 3 સ્ટોરમા રહેશે, બાકીના મથકોએ મોકલી દેવાશે.
નવી ટેક્નોલોજીવાળા 25 ઈનલાઈન રેફ્રિજરેટર મોકલ્યા છે જેમાંથી 3 સ્ટોરમા રહેશે, બાકીના મથકોએ મોકલી દેવાશે.

રિજ્યોનલ ફાર્માસિસ્ટ રજનીકાંત ડોબરિયા જણાવે છે કે એક વખત સિરિંજમાં રસી ભર્યા બાદ અપાય એટલે તે લોક થઈ જાય છે જેથી તે બીજી વખત વાપરી શકાતી જ નથી. સિરિંજનો જથ્થો આવ્યા બાદ તુરંત જ તેને સૌરાષ્ટ્ર રીજ્યોનની હેઠળ આવતા સેન્ટર, જિલ્લા, મનપાને તમામ જથ્થો ફાળવી દેવાયો છે હાલ સ્ટોરમાં સિરિંજ નથી. બાળકોના રસીકરણમાં આવી જ 0.5 મિલિની સિરિંજ આવે છે પણ કોરોનાની વેક્સિનનો ડોઝ કેટલો હશે તે કોઇ સ્પષ્ટતા આવી નથી તેથી કહી શકાય નહીં કે સિરિંજ આખી ભરાશે કે પછી એક કરતા વધુ વપરાશે.

ક્યા કેટલી સિરિંજ મોકલાઈ

રાજકોટ ગ્રામ્ય111000
રાજકોટ મનપા67000
દ્વારકા36000
પોરબંદર36000
જામનગર ગ્રામ્ય46000
જામનગર મનપા33000
મોરબી ગ્રામ્ય48000
ભુજ123000
અન્ય સમાચારો પણ છે...