રાજકોટના નાગરિકોને શુદ્ધ ખાદ્યચીજ મળી રહે એ માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક ખાદ્યચીજમાં થતી ભેળસેળ રોકવા માટે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. હાલ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા પ્રણામી ફરસાણ અને બાલાજી ફરસાણ સહિત 20 દુકાનો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું અને 4 નમૂના લેવામાં આવ્યા હતા.
આ ચીજવસ્તીઓના નમૂના લેવાયા
1) ફરાળી નાનખટાઇ (લુઝ)
સ્થળ: રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ એન્ડ નમકીન, 4-ભક્તિનગર સ્ટેશન પ્લોટ
2) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ: અક્ષર ગાંઠીયા, ગાયત્રીનગર મેઈન રોડ, અલકનંદા કોમ્પલેક્ષ
3) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ: શ્રી રામ ડેરી ફાર્મ, ગોવિંદબાગ શાક માર્કેટ સામે, બ્રાહ્મણીયાપરા- 1 કોર્નર, સંતકબીર રોડ
4) ફરાળી ખિચડી (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ: જય ભેરૂનાથ નમકીન સેન્ટર, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ
ચકાસણીની વિગત
શ્રાવણ માસ દરમ્યાન ફ્રુટ્સ (કેળા) તથા ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કેળાની વખારો તથા પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શ્રાવણ માસને અનુલક્ષીને અલગ અલગ સ્થળ પરથી ફરાળી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લીધા છે. જે નીચે મુજબ છે.
1 ) મહાદેવ ફરાળી પેટીસ, કોઠારીયા રોડ ખુલ્લી વાસી પેટીસ 3 કિલો 2 ) જલારામ ફરાળી પેટીસ, કોઠારીયા રોડ ખુલ્લી વાસી પેટીસ 2 કિલો 3 ) બાલાજી ફરસાણ, રૈયા રોડ 4 ) પ્રણામી ફરસાણ, રૈયા રોડ 5 ) વિશ્વાસ ફ્રુટ્સ, દૂધસાગર રોડ 6 ) રોયલ કેળા કોલ્ડ, કોઠારીયા રોડ 7 ) જનતા કેળા ભંડાર, મોરબી રોડ 8 ) ગોલ્ડ કેળા કોલ્ડ, રૈયાધાર રોડ 9 ) પટેલ કેળા, જામનગર રોડ 10 ) હનીફ સુલેમાનભાઇ, જામનગર રોડ 11 ) ગોલ્ડ કેળા કોલ્ડ, જામનગર રોડ 12 ) યુસુફ સુલેમાનભાઇ, જામનગર રોડ 13 ) સિતારામ પેટીસ, કોઠારીયા રોડ 14 ) જલારામ પેટીસ,કોઠારીયા રોડ 15 ) રસિકભાઇ ચેવડા વાળા,પંચનાથ મંદિર સામે 16 ) પંચનાથ ફરશાણ સદર બજાર 17 ) ભગવતી ફરસાણ, રૈયા રોડ 18 ) જલારામ ફરસાણ,રૈયા રોડ 20 ) હરી નમકીન, નિર્મળા રોડ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.