ચેકીંગ:રાજકોટમાં બાલાજી સેન્ડવીચ અને સાગર ઘુઘરા સહિત 20 ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગના દરોડા, 5 કિલો વાસી ચટણીનો સ્થળ પર નાશ કરાયો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 કિલો દાજીયુ તેલ તથા 3 કિલો વાસી સોસનો પણ સફાયો કર્યો
  • 3 ધંધાર્થીને ફૂડ લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં સઘન પગલા લેવાની જરૂર માટે શાસક પક્ષના જ કોર્પોરેટરોએ તડાપીટ બોલાવ્યા બાદ હજુ ફૂડ માર્કેટમાં તેના પડઘા પડી રહ્યા છે. નોનવેજ બજારો પર તુટી પડેલા મહાપાલિકા તંત્રએ ફરી બાલાજી સેન્ડવીચ અને સાગર ઘુઘરા સહિત 20 ખાણીપીણીના ધંધાર્થીઓ પર દરોડા પાડવાનું શરુ કર્યું છે. જ્યાં ચેકીંગ દરમિયાન 5 કિલો વાસી ચટણી, 3 કિલો દાજીયુ તેલ તથા 3 કિલો વાસી સોસનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 ધંધાર્થીને ફૂડ લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી હતી.

અર્ધા ભાવે કઇ રીતે શુધ્ધ ઘીનું વેચાણ થઇ શકે
સામાન્ય સભામાં રાજકોટમાં સસ્તા ભાવે શુધ્ધ ઘી કઇ રીતે વેચાય શકે તેવા સવાલોનો મારો અધિકારીઓ પર થયો હતો. આથી ફૂડ વિભાગની કામગીરીમાં પણ છેલ્લા મહિનામાં ખુબ વધારો થઇ ગયાનું દેખાયું છે. ફૂડ વિભાગ દ્વારા હવે રાજકોટમાં લુઝ વેચાતા ઘીનું સેમ્પલીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મવડી મેઈન રોડ પાસેના આવેલા ધ્રુવવ મિઠાસ ઘીમાંથી ભેંસનું માખણનું ઘી અને ગોકુલધામ પાસે આવેલી શ્યામ ડેરી ફાર્મ માંથી શુધ્ધ ઘી (લુઝ)નો નમુનો લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયો છે. કોર્પો.ની સભામાં રાજકોટમાં વાસ્તવિક કરતા અર્ધા ભાવે કઇ રીતે શુધ્ધ ઘીનું વેચાણ થઇ શકે તેવા સવાલ ઉઠયા હતા.

આ સ્થળો પર ચકાસણી કરાઈ

ક્રમ

FBOનું નામ

સરનામું

રીમાર્ક્સ

1

કિસાન રેસ્ટોરન્ટરૈયા રોડદાજીયુ તેલ 3 કિ.ગ્રા.

2

માધવ ફાસ્ટફુડહનુમાનમઢી ચોકવાસી ચટણી - 5 કિ.ગ્રા.

3

અંજલી રેસ્ટોરન્ટહનુમાનમઢી ચોકવાસી સોસ 3 કિ.ગ્રા. નાશ

4

સિલ્વર ફેન્સી ઢોસારૈયા રોડલાયસન્સ બાબતે નોટીસ
5જલારામ ફાસ્ટફુડરૈયા રોડલાયસન્સ બાબતે નોટીસ
6સામુદ્રી ચોળાફળીરૈયા રોડલાયસન્સ બાબતે નોટીસ
અન્ય સમાચારો પણ છે...