જાહેર જનતાના આરોગ્યના હિત માટે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે આજે શહેરના હેમુ ગઢવી હોલ પાછળના વિસ્તારમાં જે.કે. ફાસ્ટફૂટ, રાજ સ્નેક્સ સહિત ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. જેમાં ચટણી, ઘૂઘરા સહિત 9 કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો. આ વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 4 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી હતી.
ખાણીપીણીના આ 20 સ્ટોલમાં ચેકિંગ કરાયું
1. મા ચામુંડા પૂરી શાક- 2 કિલો ખુલ્લું વાસી શાકનો નાશ અને લાયસન્સ બાબતે નોટિસ
2. જે.કે. ફાસ્ટફૂડ 2 કિલો વાસી ચટણીનો નાશ અને લાયસન્સ બાબતે નોટિસ
3. રાજ સ્નેક્સ- 3 કિલો ખુલ્લા વાસી સમોસાનો નાશ
4. આશાપુરા દાળ પકવાન- 2 કિલો વાસી ઘૂઘરાનો નાશ અને લાયસન્સ બાબતે નોટિસ
5. અડ્ડા પાન- લાયસન્સ બાબતે નોટિસ
6. ભારત સ્નેક્સ
7. બાલાજી દાળ પકવાન
8. ભારત દાળ પકવાન
9. કદંબ દાબેલી
10 શ્રીજી બ્રેડ સેન્ડવિચ
11. સૂચક ભૂંગળા બટેટા
12. આશાપુરા દહીવડા
13. આશાપુરા દાળ પકવાન
14. જે.કે. ઘૂઘરા
15. રાજ દાળ પકવાન
16. રાજ મેગી
17. જય ઝૂલેલાલ સમોસા પેટીસ
18. કરીમેસ આમલેટ
19. આશાપુરા વડાપાઉં
20. મારુતિ અલ્પાહાર
નમુનાની કામગીરી
1. શુદ્ધ ઘી (લુઝ)- સ્થળઃ જલારામ ઘી ડિપો, મવડી મેઇન રોડ.
2. મિક્સ દૂધ (લુઝ)- સ્થળઃ સ્વામિનારાયણ ડેરી ફાર્મ, સહકાર મેઇન રોડ.
3. મિક્સ દૂધ (લુઝ)- સ્થળઃ અશોક ડેરી ફાર્મ, સહકાર મેઇન રોડ.
4. ખમણ (પ્રિપેર્ડ-લુઝ)- સ્થળઃ જલારામ ખમણ હાઉસ, જૂના હૂડકો બસ સ્ટોપ પાસે, કોઠારીયા રોડ.
5. તીખા ગાંઠિયા (લુઝ)- સ્થળઃ મા ચામુંડા ફરસાણ માર્ટ, રાધે રેસિડેન્સી કોમ્પ્લેક્સ, જૈન દેરાસર રોડ, આજી ડેમ પાસે.
6. જીણી સેવ (લુઝ)- સ્થળઃ કનૈયા ફરસાણ એન્ડ રેસ્ટોરન્ટ, આજી ડેમ ચોક, ભાવનગર રોડ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.