તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેળસેળ:રાજકોટમાં આરોગ્ય વિભાગે 6 આઇસ્ક્રિમ પાર્લરમાંથી લીધેલા નમૂના ફેલ, એજ્યુડીકેશન કેસ દાખલ

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઇસ્ક્રિમના નમૂના ફેલ. - Divya Bhaskar
આઇસ્ક્રિમના નમૂના ફેલ.
  • કોરોનાકાળમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થના વેચાણ પર પ્રતિબંધ આવે તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા

રાજકોટમાં આઇસ્ક્રિમનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી 6 આઇસ્ક્રિમ પાર્લરમાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ નમૂના ફેલ થતા એજ્યુડીકેશન હેઠળ કેસ દાખલમાં આવ્યો છે.

આ 6 વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા
1. રેડ વેલ્વેટ આઇસ્ક્રિમ (લુઝ), સ્થળ: વૃંદાવન ડેરી એન્ડ ફુડ્ઝ, ડો.યાજ્ઞિક રોડ
2. હનિમુન ડીલાઇટ આઇસ્ર્કિમ (લુઝ), સ્થળ: સંતુષ્ટી આઇસ્ક્રિમ, યુનિવર્સિટી રોડ
3. ટ્રાફિક જામ આઇસ્ક્રિમ (લુઝ), સ્થળ: સરયુ મિલ્ક પ્રોડક્ટ, સ્થળ: મોટા મૌવા
4. રાજભોગ આઇસ્ક્રિમ (લુઝ), સ્થળ: ઝાલા બ્રધર્સ, કાલવડ રોડ
5. ઓરિયો સ્ટ્રોબેરી આઇસ્ક્રિમ (લુઝ), સ્થળ: રાજમંદિર આઇસ્ક્રિમ, મવડી પ્લોટ
6. મલાઇ મસાલા આઇસ્ક્રિમ (લુઝ), સ્થળ: મગનલાલ આઇસ્ક્રિમ, રેસકોર્ષ રોડ

એજ્યુડીકેટીંગ ઓથોરીટી સમક્ષ એજ્યુડીકેશન કેસ અન્વયે દાખલ કરેલ કેસ

1. રાજકોટ શહેરના બજરંગ ચોક, ચંદ્રેશનગર મે. રોડ વિસ્તારમાં આવેલા શ્રી રામવિજય કિરાણા ભંડારમાંથી લીધેલા કાજુ (લૂઝ) નમૂનો લેબોરેટરીના પૃથ્થકરણ રિપોર્ટ અન્વયે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સમક્ષ એજ્યુડીકેશન કેસ દાખલ કરવામાં આવ્યો છે.

2. રાજકોટ શહેરના P-17, સોમનાથ ઇન્ડ એરીયા, શેરી નં. 4, પુજા એન્જિ. પાસે કોઠારીયા ગામ વિસ્તારમાં આવેલા સહજ ફુડ પ્રોડક્ટમાંથી લીધેલો ટોફુ-સોયા પનીર (લૂઝ) નમૂનો લેબોરેટરીના પૃથ્થકરણ રિપોર્ટ અન્વયેસબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC- ADM સમક્ષ એજ્યુડીકેશન કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...