તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી આંકડા મામલે વિવાદ:રાજકોટના આરોગ્ય વિભાગે કહ્યું, ‘બે દી’માં 27 કોરોના પોઝિટિવ દર્દીનાં મોત થયા’ ભાસ્કરે તપાસ કરતા જાણવા મળ્યું કે, 4 સ્મશાનમાં કોવિડ મુજબ 61ની અંતિમવિધિ કરાઈ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટામવા, મવડી, રામનાથપરા અને 80 ફૂટ રોડ સ્મશાનમાં દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતા હકીકત બહાર આવી
 • સૌથી વધુ 80 ફૂટ રોડ સ્મશાનમાં બે દિવસમાં કોવિડ ગાઈડલાઈન મુજબ 26 લોકોના અંતિમસંસ્કાર કરાયા
 • મોટામવા, મવડી, રામનાથપરા અને 80 ફૂટ રોડ સ્મશાનમાં દિવ્ય ભાસ્કરની ટીમે તપાસ કરતા હકીકત બહાર આવી

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો થવાની સાથે સાથે મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 27 કોરોના પોઝિટિવ દર્દીનાં મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે, પરંતુ આ અંગે દિવ્ય ભાસ્કરે ચાર સ્મશાનમાં તપાસ કરતા છેલ્લા બે દિવસ એટલે કે શનિવાર સવારથી રવિવાર સાંજના 6 વાગ્યા સુધીમાં 61 વ્યક્તિના અંતિમસંસ્કાર કોવિડ ગાઇડલાઇન મુજબ થયા છે. સૌથી વધુ અંતિમસંસ્કાર 80 ફૂટ રોડ સ્મશાનમાં થયા છે.

રવિવારે 30ના મોત થયા હતા
રાજકોટ આરોગ્ય તંત્રે રાજકોટમાં શનિવારે 13 અને રવિવારે 14 વ્યક્તિના કોરોના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાહેર કર્યું છે. જેમાં શનિવારે થયેલા મોતમાં 13માંથી એક પણ વ્યક્તિનાં મોત કોરોનાથી થયા ન હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. મોતના સાચા આંકડા વિશે માહિતી એકત્ર કરવા દિવ્ય ભાસ્કરની ટીમે ચાર સ્મશાનમાં તપાસ કરતા શનિવારે સવારથી રાત્રી દરમિયાન 31 અને રવિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 30 વ્યક્તિઓના કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. આમ બે દિવસમાં રાજકોટના ચાર સ્મશાનમાં 61 વ્યક્તિના કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

રામનાથપરા સ્મશાનમાં શનિવારે 8 અને રવિવારે 8, મોટામવા સ્મશાનમાં શનિવારે 5 અને રવિવારે 5, મવડી સ્મશાનમાં શનિવારે 4 અને રવિવારે 5 તેમજ 80 ફૂટ રોડ પર આવેલા સ્મશાનમાં શનિવારે 14 અને રવિવારે 12 વ્યક્તિના કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.

રામનાથપરા એક ભઠ્ઠી બંધ
રામનાથપરા સ્મશાનમાં બે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર થાય છે. બેમાંથી એક ઇલેક્ટ્રિક ભઠ્ઠી શનિવારે ખરાબ થતા વહીવટી તંત્રે 80 ફૂટ રોડ પરના સ્મશાનમાં કોવિડના મૃતદેહોને અંતિમસંસ્કાર માટે મોકલી રહ્યા છે. રામનાથપરા સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠી તાત્કાલિક રિપેર કરવાનું કામ શરૂ કરાયું છે અને સોમવારે ફરી ભઠ્ઠી કાર્યરત થવાની સંભાવના છે.

સ્વજનની અંતિમવિધિ માટે જોવી પડે છે રાહ
રાજકોટના મોટાભાગના સ્મશાનમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને અંતિમવિધિ માટે કલાકો સુધી વારો આવે તેની રાહ જોવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો