તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ભવનના વડા: પરિણામ વહેલા જાહેર કરો પરીક્ષા નિયામક: પેપર જોવા પર આધાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભવનના વડાઓની મિટિંગમાં વેક્સિન માટે વિદ્યાર્થીઓના ગ્રૂપ બનાવવા લેવાયો નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે સવારે જુદા જુદા ભવનના વડા અને વિભાગના વડાઓની મિટિંગ મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક ડિપાર્ટમેન્ટના વડા ડો. ગિરીશ ભીમાણીએ આગામી જે પરીક્ષાઓ લેવાનાર છે તેના પરિણામ વહેલા જાહેર કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું જેની સામે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ કહ્યું હતું કે, અધ્યાપકો જેટલા વહેલા પેપર જુએ તેના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે.

પેપર વહેલા જોવાશે તો વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશે. પરીક્ષા અને પેપરને લઈને ઠંડું યુદ્ધ થયું હતું. જોકે ત્યારબાદ અન્ય સભ્યોએ મામલો થાળે પાડ્યો હતો.કુલપતિ અને ઉપકુલપતિની અધ્યક્ષતામાં મળેલી ભવનના વડાઓની મિટિંગમાં દરેક ભવનના વડાઓને ઓનલાઈન શિક્ષણમાં માઈક્રોસોફ્ટ ટીચિંગ પદ્ધતિ અપનાવવા અને તેનું રેકોર્ડિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષા સંબંધિત તથા કોર્સને લગતી બાબતો માટે પીજીના બોર્ડનું નિર્માણ કરવા સૂચન કરાયું હતું.

આ ઉપરાંત દરેક ભવનને વિદ્યાર્થીઓનું એક મેસેજ ગ્રૂપ બનાવી કેટલા વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી અને કેટલાને બાકી છે તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. યુનિવર્સિટીમાં પણ 500 ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાંથી આશરે 381 કર્મચારીએ વેક્સિન લીધી હોવાનું અને બાકીના લોકો આગામી દિવસોમાં ​​​​​​​વહેલી તકે વેક્સિન લઇ લે તેવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...