• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Head Of Shikshanshastra Bhavan. Submission To VC Of Uni, 'Syndicate Member's Mark Should Be Considered In Recruitment Of Contract Professors'

ફરી ભરતીકાંડ !:શિક્ષણશાસ્ત્ર ભવનના હેડની સૌ. યુનિ.ના VCને રજૂઆત, 'કરારી અધ્યાપકોની ભરતીમાં સિન્ડિકેટ સભ્યના માર્ક ગણવા જોઇએ'

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.ભરત રામાનુજની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડો.ભરત રામાનુજની ફાઈલ તસવીર
  • ડો.ભરત રામાનુજે ઓર્ડીનન્સનો ભંગ ન થાય તે માટે રજૂઆત કરી

રાજકોટમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં ભલામણ કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતીમાં પારદર્શકતા માટે જે-તે ભવન અધ્યક્ષ અને સિન્ડિકેટ સભ્યના માર્ક ન ગણવા કુલપતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલપતિના આ નિર્ણય સામે શિક્ષણશાસ્ત્ર ભવનના હેડ ડો. ભરત રામાનુજ દ્વારા ભવન અધ્યક્ષના માર્ક ગણવા જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી છે.

ઓર્ડીનન્સનો ભંગ થતો ગણાય છે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એજ્યુકેશન ભવનના હેડ ડો.ભરત રામાનુજે કુલપતિ ડો.ગિરીશ ભિમાણીને રજૂઆત કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીના ઓર્ડીનન્સ 205 અને યુ.જી.સી. રેગ્યુલેશન 2018 મુજબ સિલેકશન કમિટીમાં ભવનના અધ્યક્ષનો ઉલ્લેખ છે. જેનો અર્થ એવો થાય કે ભવનના અધ્યક્ષોએ પણ માર્ક આપવાના હોય છે. કુલપતિના નિર્ણય મુજબ અધ્યક્ષના માર્ક ગણવામાં ન આવે તો યુનિવર્સિટીના ઓર્ડીનન્સનો ભંગ થતો ગણાય છે ત્યારે ઓર્ડીનન્સનો ભંગ ન થાય તે માટે રજુઆત કરવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પસંદગી પારદર્શકતા પૂર્વક થાય તેવી આશા
ઉલ્લેખનીય છે કે, અધ્યાપકોની ભરતીમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ અને 3 વિષય નિષ્ણાંત દ્વારા કરારી અધ્યાપકોની પસંદગી થવાની હોવાથી પારદર્શકતા પૂર્વક થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...