તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બેકારી દૂર કરવા માટે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો’તો

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથ પંથકના તરુણ સહિત બેની ધરપકડ
  • ત્રિશૂલ ચોકમાં પાંચ દિવસ પહેલા પકડાયા હતા

શહેરના સહકાર મેઇન રોડ, ત્રિશૂલ ચોકમાં ચાર દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનાર તરૂણ સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

ગત તા.5ની રાતે ત્રિશૂલ ચોકમાં એસબીઆઇના એટીએમમાં બે શખ્સ ઘૂસ્યાની અને મશીન તોડી રહ્યા હોવાની બેંકની મુંબઇ સ્થિત હેડ ઓફિસમાં ખબર પડતા તુરંત રાજકોટ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેને પગલે પોલીસ કંટ્રોલરૂમે ભક્તિનગર પોલીસ અને પીસીઆર વાનને બનાવ સ્થળે દોડાવી હતી. અને એસબીઆઇના એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરી રહેલા બેને પકડી પાડયા હતા. એટીએમ તોડવાના પ્રયાસમાં પકડાયેલા બંનેની ક્રાઇમબ્રાંચે પૂછપરછ કરતા બંને ગીર સોમનાથના વાસાવડ ગામના જયેશ વિઠ્ઠલ ઝાલા અને બીજો તરૂણ હોવાનું જણાવ્યું હતુ.

એટીએમ તોડવાનો પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાયેલાની વિશેષ પૂછપરછમાં જયેશ ઝાલા રાજકોટમાં બસ સ્ટેન્ડ પાછળ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે. જયારે તરૂણના પિતાનું મૃત્યુ નિપજયા બાદ આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થઇ જતા તે પણ રોજી રોટી રળવા કામે આવ્યો હતો. પરંતુ કોઇ કામ નહિ મળતા જયેશ સાથે મળી એટીએમ તોડી આર્થિક ખેંચ દૂર કરવાનો પ્લાન ઘડયો હતો. જેને કારણે બજારમાંથી એક કોસની ખરીદી કર્યા બાદ સહકાર મેઇન રોડ, ત્રિશૂલ ચોક પાસે આવેલા એસબીઆઇ બેંકના એટીએમની રેકી કરી હતી. રેકી કર્યા બાદ તા.5ની રાત્રે એટીએમ તોડવા બાઇકમાં પહોંચ્યા હતા. એટીએમ રૂમમાં ઘૂસી હજુ મશીન તોડી તે પહેલા જ બંને સકંજામાં સપડાઇ ગયાની કેફિયત આપી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા બંને આરોપીના પિતાનું મૃત્યુ થયું છે. જેને કારણે બંને આર્થિક ખેંચ અનુભવતા હતા. જયેશ કોરોના સમયે જ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરીએ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...