તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:બામણબોરથી દારૂ ભરેલી કાર લીધી, ને બેટી પાસેથી પકડાયો

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દૂધસાગર રોડના બૂટલેગર સાથે મળીને રૂપિયા 1.69 લાખનો દારૂ મગાવ્યો હતો

દારૂના ધંધાર્થીઓ માટે રાજ્યોની ચેકપોસ્ટ (કથિત) નધણિયાત થઇ ગઇ હોય તેમ અન્ય રાજ્યોમાંથી દારૂ ભરેલા વાહનો બેરોકટોક ગુજરાતમાં પ્રવેશી અન્ય શહેરો સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે એરપોર્ટ પોલીસે માહિતીના આધારે બેટી નદીના પુલ પાસે વોચ ગોઠવી રૂ.1.69 લાખની કિંમતના જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 423 બોટલ ભરેલી ક્વાલીસ કાર પકડી પાડી હતી.

વિદેશી દારૂ ભરેલી કાર સાથે પોલીસે દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા આવાસમાં રહેતા અને અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઇમરાન ઉર્ફે ઇમુ ઇકબાલ બેલીમને પકડી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ તેમજ કાર મળી કુલ રૂ.2.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં ઇમરાને દૂધસાગર રોડ પર રહેતા હમીદ ઉર્ફે હમલો ઇસ્માઇલ ગડળ સાથે મળી વિદેશી દારૂ મગાવ્યો હતો. તેને વિદેશી દારૂ ભરેલી કાર બામણબોર પાસેથી હેન્ડ ઓવર કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે ઇમરાનની ધરપકડ કરી હમીદને પકડવા તેમજ અન્યની સંડોવણી સહિતની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો