તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. ગોંડલના ભગવતપરા ગેટવાળી શેરીમાં રહેતો એઝાઝ ઉર્ફે બબુ સલીમ કાથરોટિયા નામના શખ્સની ઘરે ગાંજાનો જથ્થો હોવાની રૂરલ એસઓજીને માહિતી મળી હતી. જેથી પીઆઇ એ.આર.ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન એઝાઝ ઉર્ફે બબુને તેના ઘરમાંથી રૂ.38 હજારના કિંમતનો ત્રણ કિલો અને 800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. પકડાયેલા એઝાઝ ઉર્ફે બબુની પૂછપરછમાં તે પોતે ગાંજો પીવાની ટેવ ધરાવે છે. દરમિયાન તેને ઓટો રિક્ષા ખરીદવી હોય ગાંજો લઇ આવી વેચવાનું નક્કી કર્યું હતું. જેથી તે સુરત જઇ રેલવે સ્ટેશન નજીકથી ગાંજો વેચતા શખ્સ પાસેથી લઇ આવ્યો હોવાની કબૂલાત આપી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ગાંજો સાથે પકડાતા શખ્સો ગાંજો સુરતથી લઇ આવ્યાની પોલીસને કેફિયત આપી છે.
જોકે, હજુ સુધી સુરતમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સોને પકડવામાં પોલીસને સફળતા મળી નથી. ત્યારે જિલ્લા પોલીસે ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલા એઝાઝ પણ જથ્થો સુરતથી લઇ આવ્યાનું રટણ રટ્યું છે. રૂરલ એસઓજીએ ગોંડલ સિટી પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી પકડાયેલા એઝાઝની પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.