તપાસ:યુવતીને ભગાડી સગર્ભા બનાવી, પેટના દુ:ખાવાની ગોળી છે તેવું કહી તે પીવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોંડલ પંથકની યુવતીની સગાઇ થઇ હતી, પરિચિત શખ્સ ભગાડી ગયા બાદ મૈત્રી કરારથી રાખતો હતો, અંતે તરછોડી દીધી
  • ત્રણ દિવસ પૂર્વે યુવતીને ગોંડલ ગુંદાળા ચોકડીએ મૂકીને પ્રેમી નાસી ગયો

ગોંડલ પંથકની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયા બાદ તેની સાથે મૈત્રી કરાર કરી સાથે રાખતો હતો, યુવતી સગર્ભા થતાં તેને પેટના દુ:ખાવાની દવા કહી તે પીવડાવી ગર્ભપાત કરાવી તરછોડી દીધી હતી, યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોંડલ પંથકની યુવતીને લોહી પડવા લાગતાં તેને રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, તેની બહેનની સગાઇ અમરેલી પંથકના યુવક સાથે અગાઉ થઇ હતી, પરંતુ તેની બીજી બહેનના સાસરિયાપક્ષના સંબંધી કિશોર નામના શખ્સે આ યુવતી સાથે પરિચય થયા બાદ કિશોરે પ્રેમજાળમાં ફસાવી યુવતીને પોતાની સાથે ભગાડી ગયો હતો, જેથી યુવતીની સગાઇ પણ તૂટી ગઇ હતી. યુવતીને ભગાડીને કિશોર પોતાના પરિવાર સાથે રાજકોટના એક ગામમાં રહેતો હતો અને મજૂરી કરતો હતો, યુવતી સાથે તેણે મૈત્રીકરાર કર્યા હતા, ગત તા.14ના યુવતીએ તેના ભાઇને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, કિશોરે મારકૂટ કરીને કાઢી મૂકી છે અને પોતે ગોંડલ ગુંદાળા ચોકડી પાસે ઊભી છે, તેનો ભાઇ સ્થળ પર પહોંચ્યો હતો અને યુવતીને પોતાના ઘરે લઇ ગયો હતો, બીજા દિવસે યુવતીને લોહી પડવા લાગતા તેને હોસ્પિટલે લઇ જવાતા તબીબે કહ્યું હતું કે, યુવતી સગર્ભા હતી અને તેને ગોળી આપી ગર્ભપાત કરાવવામાં આવ્યો છે,

આ વાત સાંભળી યુવતી અને તેના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. યુવતીએ જણાવ્યું હતું કે, તેના પેટમાં બે માસનો ગર્ભ હતો, જેની તેને અને કિશોરને જાણ હતી, પેટમાં દુ:ખાવો ઉપડતાં કિશોરે પેટના દુ:ખાવાની દવા કહીને ગર્ભપાતની દવા પીવડાવી દીધી હતી. બનાવ અંગે જાણ કરાતા પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં આજીડેમ નજીક કિસાન ગૌશાળા પાસેની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા મહેશ ઉર્ફે મયૂર મુકેશભાઇ કોરડિયા (ઉ.વ.26)એ શુક્રવારે સવારે પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો

આપઘાતની ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને બે બહેનમાં વચેટ મહેશના લગ્ન પોપટપરાની રિંકલ નામની યુવતી સાથે થયા હતા, જ્યારે મહેશની બહેન કૈલાસના લગ્ન રિંકલના ભાઇ આદેશ સાથે થયા હતા.

કૈલાસ અને આદેશને સંતાનમાં એક પુત્ર છે, બંને વચ્ચે મનમેળ નહીં થતાં કૈલાસ અને આદેશે છૂટાછેડા અગાઉ લઇ લીધા હતા, બહેનના છૂટાછેડા થતાં મહેશે પણ પત્ની રિંકલ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું અને ગુરુવારે સાંજે તેના છૂટાછેડા થઇ ગયા હતા, પત્ની સાથે છૂટાછેડાનું તેને લાગી આવતા શુક્રવારે વહેલી સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. યુવાન પુત્રના આપઘાતથી કોરડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...