તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્સની મમતા અને ફરજનિષ્ઠા:આરોગ્ય કેન્દ્રમાં દીકરાને સાથે રાખીને ફરજ બજાવે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રહેતા રેખાબેન લક્ષ્મણભાઈ ચંચવાડિયા માતા અને નર્સ તરીકેની ફરજ એકસાથે નિભાવે છે. કોરોનાની મહામારીમાં પણ રેખાબેન પોતાના 3.5 વર્ષના દીકરાને સાથે રાખીને કોરોના વોરિયર્સ તરીકેની ડ્યૂટી કરે છે. તે સવારે 8.30 કલાકે ઘરેથી નીકળી જાય છે અને સાંજે 6.30 કલાકે ઘરે પરત ફરે છે. ઘરેથી રસોઇ કરીને નીકળે છે અને સાથે લંચ બોક્સ લાવે છે.

આરોગ્ય કેન્દ્રમાં જ બેસાડીને બાળકને જમાડી લે છે. રેખાબેને જણાવ્યું હતું કે, તેના પતિ લક્ષ્મણભાઈ કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવે છેે. બન્ને પતિ-પત્નીને આરોગ્ય ક્ષેત્રમાં નોકરી છે અને ઘરે બાળકને એકલા રાખી શકાય નહીં. આથી તે પહેલેથી જ પોતાના બાળકને સાથે રાખે છે. અત્યારની પરિસ્થિતિમાં બાળકને કોરોનાનો ચેપ ન લાગે તે માટે ખાસ કાળજી રાખે છે.

અત્યારે લોકોને મારી સેવાની જરૂર છે
રેખાબેને કહ્યું અત્યારે સમાજના લોકોને મારી સેવાની જરૂર છે. આવા સમયે હું પાછીપાની કરી ન શકું. કોરોનાની પહેલી લહેરમાં તો ઘરે ઘરે જઈને સરવે કરવાની કામગીરી પણ કરી છે. જ્યારે બાળકને તાવ આવે તો તેના માટે હું ડોક્ટર પણ બની જાઉ છું. અત્યાર સુધીમાં તેને બે વખત તાવ આવી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...