રાજકોટમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની વધુ એક કરતૂત:'મારા વિરુદ્ધ જુબાની આપીશ તો મારી નાખીશ' કહી મહિલા કોન્સ્ટેબલને ઢોરમાર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસવીર
  • અગાઉ ટ્રાફિક શાખાના પૂર્વ ACP વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા

રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતી યુવતીએ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રેશાદ બસીર સીંજાત વિરુદ્ધ ધમકી અને મારમાર્યાની ફરિયાદ પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવી છે બનાવ અંગે પીઆઇ વ્યાસ સહિતના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.

ટ્રાફિક શાખામાં ફરજ બજાવું છુ
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પોલીસ ખાતામાં મહિલા લોકરક્ષક તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છુ અને હાલમાં છેલ્લા એક વર્ષથી ટ્રાફિક શાખામાં ફરજ બજાવું છુ.તા.31/10ના બપોરના અરસામાં હુ અહી રાજકોટ જામટાવર પાસે આવેલ ટ્રાફિક શાખાની ઓફીસેથી મારૂ એકટીવા લઇ અહીં ચૌધરી હાઇસ્કુલ પાસે આવેલ દુકાને જયુશ પીવા માટે જતી હતી એ વખતે બપોરના આશરે સવા એક થી દોઢ વાગ્યાના અરસામાં હુ અહીં આર.વર્લ્ડ સિનેમાથી આગળ મહિલા કોલેજ પાસે મારૂ એકટીવા લઇ પસાર થતી હતી તે વખતે એક સફેદ કલરની કારમાં મારા એક્ટિવા પાસે આવી ઉભી રાખી હતી.

બે ત્રણ થપ્પડો મારી
આ ગાડીના ડ્રાઇવરે તેની ગાડીનો કાચ ખોલતા ગાડીમાં ડ્રાઇવીંગ સીટ ઉપર રેસાદ બસીરભાઇ સીંજાત જેની સામે મે અગાઉ પોલીસ કેસ કરેલ છે તે બેઠો હતો અને આ રેસાદે મને કહેલ કે તુ મારી ગાડીની પાછળ તારૂ એકટીવા લઇ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં આવ નહીતો હું તને અત્યારે મારકુટ કરીશ એ રીતે મને ધમકી આપતા હું તેની ગાડીની પાછળ મારૂ એકટીવા લઇ ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ગઈ હતી.ત્યારબાદ રેસાદ તેની કારની બહાર નીકળી મને કહેલ કે તુ મારી ગાડીમાં બેસી જા મારે તારુ થોડુ કામ છે.જેથી હું તેની ગાડીમાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેસી ગયેલ અને આ રેસાદે મને ગાળો આપી મને ગાલ ઉપર બે ત્રણ થપ્પડો મારી તેની ગાડીમાં પાછળની સીટ નીચે રાખેલ લોખંડનુ ધારીયુ કાઢી મને કહેવા લાગેલ કે તે જે મારી ઉપર પોલીસ કેસ કરેલ છે તે કેસમાં તુ મારા વિરૂદ્ધની જુબાની આપીશ તો હું આ ધારીયાથી તને તથા તારા ભાઇને જાનથી મારી નાખીશ એમ કહી મને ગાડીમાંથી નીચે ઉતારી આ રેસાદ તેની ગાડી લઇ જતો રહ્યો હતો.

આરોપી હાલ સસ્પેન્ડ છે
રેસાદ બશીરભાઇ સીંજાત કે જે હાલમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતો હોય અને હાલ સસ્પેન્ડ છે અને તે અગાઉ મને હેરાન પરેસાન તેમજ જાનથી મારી નાખવાની કોશિષ કરેલ તે બાબતેનો કેસ અહી એ ડીવીઝન પોલીસમાં 354(ડી),354(એ),506(2) મુજબ નો ગુન્હો દાખલ થયેલ હતો અને આ ગુન્હામાં આઇ.પી.સી. કલમ-307 નો ઉમેરો કરવામાં આવેલ હતો. આ બનાવ અંગે તુરંત પરિવારને જાણ કર્યા બાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ કનુભાઈ માલવીયા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

અગાઉ ટ્રાફિક શાખાના પૂર્વ ACP વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા
જો કે આ સાથે સસ્પેન્ડેડ રેસાદે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો બનાવી અપલોડ કર્યો છે જેમાં તેને રાજકોટ સીટીના ટ્રાફિક શાખાના પૂર્વ ACP વી.આર.મલ્હોત્રા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. પોતે વીડિયોમાં જણાવે છે કે,મારુ કોઈ સાંભળતું નથી મારા વિરુદ્ધ યુવતીએ એ ડિવિઝનમાં ખોટી ફરિયાદ કરી છે તેમાં યુવતી સાથે એસીપી મલ્હોત્રા બીભત્સ ચેનચાળા કરતો હતો. યુવતીને બચાવવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા હતા તેણે મારી વાત માની નહીં અને એસીપી મલ્હોત્રાને બચાવવા મારી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુન્હો નોંધી દીધો હતો. મને કહી થશે તો સંપૂર્ણ જવાબદાર એસીપી મલ્હોત્રાની રહેશે તેમણે મને બદનામ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...