ફરિયાદ:‘બીજી મહિલા સાથેના સંબંધ મને પોષાય છે’ કહી પત્નીને માર માર્યો

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની પરિણીતાએ પતિ અને સાસુ સામે નોંધાવી ફરિયાદ

નવા થોરાળામાં આવેલા ક્રિષ્ના પાર્ક-2માં છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતી સંગીતા નામની પરિણીતાએ સુરેન્દ્રનગરના રતનપર ગામે રહેતા પતિ ઇશ્વર અરવિંદભાઇ રાઠોડ અને સાસુ ગૌરીબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 2008માં ઇશ્વર સાથે લગ્ન કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, લગ્નના એક વર્ષ બાદ જ સાસુ ગૌરીબેને પોતાના તમામ દાગીના લઇ તેમની પાસે રાખી લીધા હતા. જ્યારે વાર તહેવારે સાસુ પાસે ઘરેણાં પહેરવા માટે માગતાં તેઓ પતિને ચડામણી કરતા હતા. જેને કારણે પતિ પોતાની સાથે ઝઘડો કરી માર મારતા હતા.

એટલું જ નહિ પતિ પોતાની સાથે ઝઘડો કરે ત્યારે સાસુ પતિને ઉશ્કેરીને પોતાને ઘરકામ તેમજ રસોઇ મુદ્દે મેણાં મારતા હતા. અને પોતાને કહેતા તમે કામે જાવ, મને પગાર લાવીને આપો, મારો દીકરો કઇ કામકાજ નહિ કરે, તમારે જ કામ કરી પગાર લાવવાનો છે અને ઘરનો તમામ ખર્ચ તમારે જ ઉપાડવો પડશે. આવા મેણાં મારી પોતાને ત્રાસ આપતા હતા. દરમિયાન રોજ પતિને રાતે કોઇ મહિલાના ફોન આવતા હતા. જેથી પતિને કોઇ મહિલા સાથે આડા સંબંધ હોવાની ખબર પડી હતી. શક પડતા પતિનો મોબાઇલ ચેક કર્યો હતો.

જેમાં પતિને જે મહિલા સાથે આડા સંબંધ હતા તેના નંબર, સરનામું મેળવી પોતે તે મહિલાના ઘરે ગઇ હતી. તે મહિલાના ઘરે જતા તે મહિલાની દીકરી ઘરેથી મળી આવી હતી. તે દીકરીને તેના મમ્મી વિશે કહેતા તેને માતા ઇશ્વરકાકા સાથે બહાર ગયા હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પોતે ઘરે જતી રહી હતી. બાદમાં રાતે પતિ ઘરે આવતા તેમને તેના આડા સંબંધની વાત કરતા તે ઉશ્કેરાય ગયા હતા અને મને બધું પોષાય છે.

બાદમાં ગત જુલાઇ મહિનામાં ફરી આ મુદ્દે પતિને વાત કરતા પતિ અને સાસુએ બંનેએ પોતાની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેથી પોતે જોરાવરનગર પોલીસ મથક જઇ પતિ, સાસુ વિરુદ્ધ અરજી આપી હતી. પોલીસ મથકથી જ રાજકોટ રહેતા ભાઇને ફોન કરતા તેઓ જોરાવરનગર આવી લઇ ગયા હતા. રાજકોટ આવી સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા. તેમ છતાં તેઓ પોતાને સ્વીકારવા માગતાં ન હોય અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...