તપાસ:માટી કૌભાંડની યુનિવર્સિટીએ કરેલી તપાસ હાઈકોર્ટે નકારી કાઢી, ફરીથી કરવા આદેશ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બીજી લપડાક : 28 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સેનેટની ચૂંટણીને લઈને અગાઉ હાઈકોર્ટે કરેલો ટકોર બાદ બીજી વખત હાઈકોર્ટે લપડાક મારતા માટી કૌભાંડની તપાસ નકારી છે અને આ સમગ્ર કૌભાંડની ફરીથી તપાસ કરવા અને 28 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ જમા કરવા આદેશ કરતા યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચ્યો છે.

જુલાઈ-2021માં થયેલા આ સમગ્ર પ્રકરણ સૌથી પહેલા ‘દિવ્ય ભાસ્કરે’ ઉજાગર કર્યું હતું અને યુનિવર્સિટીએ આ મામલે ત્રણ સભ્યની તપાસ કમિટીની રચના પણ કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં ખરેખર જવાબદારો સામે પગલાં લેવાને પગલે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા હતા. આ મામલે કોન્ટ્રાક્ટર ચંદુભાઈ માલકિયાએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. હાઈકોર્ટે તાજેતરમાં જ આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયેલી તપાસ નકારી કાઢી રદ કરી છે.

આ રહ્યો માટી કૌભાંડનો ઘટનાક્રમ : 663 ફેરાનું બોગસ બિલ મુકાયું’તું, ટ્રેક્ટરને બદલે કારનો નંબર લખાવ્યો હતો

  • કેમ્પસમાંથી જ માટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નાખી, 7.50 લાખના બિલમાં ટ્રેક્ટરને બદલે કારનો નંબર નીકળ્યો.
  • માટી ભરેલા ટ્રેક્ટરના 663 ફેરા કર્યાનું બોગસ બિલ મુક્યું, જતિન સોનીએ શા.શિ.ના વડા તરીકે કામ આપ્યું, રજિસ્ટ્રાર તરીકે મંજૂર કરી દીધું!
  • ઓડિટરે બોગસ નંબર સામે વાંધો ઉઠાવ્યો’તો, છતાં રજિસ્ટ્રારે સંતોષકારક કામગીરી ગણાવી બિલ ચૂકવી દીધા.
  • નહીં ટેન્ડર, નહીં વર્ક ઓર્ડર | કુલપતિની મૌખિક સૂચનાથી 3.33 લાખ અને રજિસ્ટ્રારની મૌખિક સૂચનાથી 6.71 લાખ સહિત 13.45 લાખનું માટીનું કામ અપાયું.
  • 600 ફેરાનું કોઈએ મોનિટરિંગ ન કર્યું, કોન્ટ્રાક્ટરે જાતે જ સહી કરી બિલ પાસ કરાવ્યું
  • યુનિવર્સિટીમાં માટીના 963 ફેરા થયા જ નથી, કાર્ડમાં કોચની સહી પણ બોગસ હોવાનું ખુલ્યું.
  • માટી કૌભાંડમાં સમિતિના ચાર સભ્યે સરખો, હરદેવસિંહે જુદો રિપોર્ટ આપ્યો.
  • માટી કૌભાંડમાં કોન્ટ્રાક્ટરને 1 લાખની પેનલ્ટી સાથે બ્લેકલિસ્ટ કરાયો, જતિન સોનીને ક્લિનચીટ
અન્ય સમાચારો પણ છે...