તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇતિહાસનું પુનરાવર્તન:રાજકોટમાં સુપર સ્પ્રેડર શોધવા સોમવારથી ફેરિયાઓનું ટેસ્ટિંગ, ગત સપ્ટેમ્બરમાં પિક પોઇન્ટ સમયે ફેરિયાઓનું ટેસ્ટિંગ થયું'તું

રાજકોટ2 મહિનો પહેલા
ફેરિયાઓનું સ્થળ પર જ કોરોના ટેસ્ટિંગ કરી હેલ્થકાર્ડ અપાશે.
  • શાકમાર્કેટના થડા સંચાલકો અને ગુજરી બજારોના પાથરણાવાળાઓનું પણ સ્થળ પર ટેસ્ટિંગ થશે

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવાની સાથોસાથ શહેરમાં ફરતા કોરોના સુપર સ્પ્રેડરને શોધવા ફરી વખત મહાઅભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી શેરી-ગલ્લીઓમાં ફરીને શાકભાજીનું વેચાણ કરતા તમામ ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે શાકભાજીમાં થડા ધરાવનાર વેપારીઓ તેમજ ગુજરી બજારોમાં વેપાર કરતા પાથરણાવાળાઓનું પણ સ્થળ પર ટેસ્ટિંગ કરી તમામને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ગત સપ્ટેમ્બર મહિનામાં પિક પોઇન્ટ સમયે ફેરિયાઓમાં સંક્રમણ વધ્યું હતું.

શાકભાજીના 800થી વધુ ફેરિયાનું ટેસ્ટિંગ કરાશે
વકરતી મહામારીને રોકવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળોએ બુથ ઉભા કરવા કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. જ્યારે દરરોજ અનેક લોકો સાથે મુલાકાત થતી હોય તેમજ તેમનો સ્પર્શ થતો હોય તે પ્રકારના શાકભાજીના 800થી વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા માટે ફરી વખત કવાયત હાથ ધરી છે. ગત સપ્ટેમ્બર માસમાં તમામ ફેરિયાઓને હેલ્થકાર્ડ આપી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામારી તળીયે જતા સમગ્ર કામગીરી બંધ કરી દેવાઇ હતી.

ફરી ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરાશે.
ફરી ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરાશે.

ટેસ્ટ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે
હાલ કોરોનાએ માથુ ઉંચકતા ફરી વખત સ્પ્રેડર શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોમવારથી વોર્ડ વાઈઝ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે. જ્યારે શાકમાર્કેટમાં બેસતા તમામ શાકભાજીના વેપારીઓનો સ્થળ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેવી જ રીતે અલગ અલગ સ્થળે અલગ અલગ વારે ભરાતી ગુજરીબજારોના પાથરણાવાળાઓનું ટેસ્ટિંગ કરી તેમને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

ડિલિવરી બોયનું પણ ટેસ્ટિંગ કરાશે.
ડિલિવરી બોયનું પણ ટેસ્ટિંગ કરાશે.

એક અઠિવાડિયા સુધી ટેસ્ટની કામગીરી ચાલશે
સોમવારથી તમામ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાશે. જે એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત પડ્યે પ્રાઈવેટ કંપનીઓના ડિલિવરી બોયનું પણ કોરોના ટેસ્ટ કરી હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ સાથે અનેક ઘરોમાં જઈને ફુડની ડિલિવરી કરતાં ઝોમેટો, સ્વીગી સહિતની કંપનીઓના ડિલિવરી બોયનું પણ આગામી દિવસોમાં હેલ્થ ચેકઅપ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો