તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાટડી દર્શન:સ્વામિનારાયણ ગુરુકુળમાં 500 કિલો શાકભાજીના હાટડી દર્શન યોજાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના આંગણે પવિત્ર પ્રબોધિની એકાદશીના મંગલ પર્વે ઘનશ્યામ મહારાજ સમક્ષ મહંતસ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી 500 કિલોગ્રામ ઉપરાંત સૅનેટાઇઝ કરેલ શાકભાજીની હાટડી પૂરવામાં આવી હતી. બપોરે 03:30 થી સાંજના 06:30 વાગ્યા સુધી ઠાકોરજી હાટમાં બિરાજી દર્શન આપતા હતા, તેનો અમૂલ્ય લાભ લેવા રાજકોટ શહેર ઉપરાંત નજીકના ગામડાઓમાંથી ઘણા ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા, હાટડી દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સાંજે 06:30 વાગ્યે શેરડીમાં વિવિધ કલા કરી ઘનશ્યામ મહારાજની મહાઆરતી સંતોના હાથે કરવામાં આવી હતી. હાટડીના ઉત્થાપન બાદ સમગ્ર શાકભાજી પ્રસાદીરૂપે દર્શનાર્થી ભક્તોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાટડીની સમગ્ર તૈયારી સંતવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતોએ જ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...