લોકોને જાગૃત કરાયા:રેલવે ટ્રેક પર ઉતાવળ, હેડફોનના વપરાશને કારણે અકસ્માતો વધે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નુક્કડ નાટક કરીને અકસ્માતથી બચવા લોકોને જાગૃત કરાયા

રેલવે લાઈન ક્રોસ કરતી વેળાએ રાખવી પડતી ઉતાવળ, મોબાઈલ- હેડફોનના વપરાશ અને ગભરામણને કારણે રેલ અકસ્માતો વધારે થાય છે. આ અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલવે વિભાગ દ્વારા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને નુક્કડ નાટક મારફતે લોકોને રાખવી પડતી તકેદારી અને સાવધાની અંગે જાણકારી આપવામાં આવે છે.

તાજેતરમાં લાખાબાવળ અને ધુંવા પ્રાથમિક શાળામાં આ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરપીએફ અને એન્જિનિયરિંગ વિભાગના રેલવે કર્મચારી તથા રેલવે નાગરિક સુરક્ષા સ્વયંસેવકોએ સાથે મળીને આ નાટક રજૂ કર્યું હતું. આ નાટક દરમિયાન લોકોને સમજાવવામાં આવ્યું હતું કે, રેલવે લાઈન ક્રોસ કરતા પહેલા ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ. તેમજ રેલવેના એન્જિન- સીટીના અવાજ સાંભળતાની સાથે જ થોડીવાર માટે ઊભું રહી જવું જોઈએ. રેલવે લાઈન ક્રોસ કરતી વેળાએ ગીત- સંગીત સાંભળવાથી બચવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...