તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ વકર્યો:રાજકોટ કોંગ્રેસે રેમડેસિવિરના વિતરણને લઇ પાટીલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ નોંધવા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

રાજકોટ3 મહિનો પહેલા
સી.આર. પાટીલ સહિત 5 સામે ફરિયાદ નોંધવા રાજકોટ કોંગ્રેસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અરજી કરી.
  • ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ ગાંધીગ્રામ પોલીસને અરજી કરી
  • રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર અને મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

સુરતમાં ભાજપના કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણનો વિવાદ વધુ વકર્યો છે. આજે રાજકોટના કોંગ્રસના કોર્પોરેટર અને રાજકોટ મનપના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ, હર્ષ સંઘવી, નવસારી ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ અને સુરત ભાજપના પ્રમુખ નિરંજન જાંજમેરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા દ્વારા ગાંધીગ્રામ પોલીસને અરજી આપવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસે પોલીસને કરેલી અરજી
કોગ્રેસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, કોવિડ -19 એ કોરોના વાયરસથી ફેલાતો ફ્લુ અને ન્યુમોનિયા જેવા લક્ષણો ધરાવતો રોગ છે અને તેને દર્દીઓમાં આ લક્ષણો દેખાતા એનો ઈલાજ વાયરસને નાબુદ કરવા તરીકેનો છે અને તેથી આ ભયંકર રોગની ઉપર નિયંત્રણ લાવવા તેમજ આ રોગના દર્દીઓને સાજા કરવા માટે એન્ટી વાયરલ ડ્રગની પણ સારવાર આપવી અત્યંત આવશ્યક છે અને લાંબા સંશોધનો બાદ કોવીડ 19 રોગને નાથવા માટે એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિર ઇન્જેક્શન સફળ રીતે કારગત છે. ગુજરાત સરકારે આ દવાનુ વિતરણ તથા દર્દીને આપવા માટે ચોક્કસ પ્રકારની ગોઠવણ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન એ જીવન રક્ષક દવાઓ પૈકીની એક ગણી શકાય. રેમડેસિવિર એ એન્ટી વાયરલ દવા હોય એ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ મુજબ શેડયુલ- Hમાં સમાવિષ્ટ થયેલી છે.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા દ્વારા ગાંધીગ્રામ પોલીસને અરજી આપવામાં આવી .
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા દ્વારા ગાંધીગ્રામ પોલીસને અરજી આપવામાં આવી .

દવાનો જથ્થો ટેસ્ટ અર્થે અથવા તો એનાલિસિસ માટે હોય તો જ મુક્તી છે
આ દવાનું ઉત્પાદન, જથ્થો પ્રાપ્તિ, જથ્થો સંગ્રહ કરવા, વિતરણ માટે તથા વેચાણ કરવા માટે કોઈ પણ વ્યક્તિ સક્ષમ અધિકારીએ ઠરાવેલી શરતો મુજબના પરવાના વગર કરી શકે નહીં તેવી જોગવાઈ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની કલમ 18(એ), (બી) અને (સી)માં કરી છે. આ દવા વેચાણ માટેનું ઉત્પાદન તથા તેની વેહેંચણી તથા ઉત્પાદિત દવાનું વેચાણ, જથ્થો સંગ્રહ તથા વેચાણ માટે ઓફર કરવા કે વિતરણ કરવા લાયસન્સ લેવું ફરજીયાત છે. પરંતુ આવી દવાનો સંક્ષિપ્ત જથ્થો જો તપાસ અર્થે, ટેસ્ટ અર્થે અથવા તો એનાલિસિસ માટે હોય તો જ મુક્તી આપી છે. તેમજ સદર કાયદાની કલમ 18-A પ્રમાણે કંઈ વ્યક્તિ પાસેથી દવા પ્રાપ્ત કરી છે તેની માહિતી ડ્રગ ઇન્સ્પેક્ટરને જરૂર લાગે તો જણાવી પડે તેવી જોગવાઈ છે. તેમજ પરવાનેદાર આ દવા અર્થે રેકોર્ડ, રેજિસ્ટર અને બીજા જરૂરી દસ્તાવેજો જે નિયત કર્યા છે તે રાખવા બંધાયેલો છે અને આ કાયદા નીચે કામ કરતા કોઈ અધિકારીને કે ઓથોરિટીને પુરી પાડવા બંધાયેલ છે તેવી આદેશાત્મક જોગવાઈ છે.

કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી.
કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં અરજી આપી.

કલમ 18(B)ના ભંગ બદલ એક વર્ષ સુધીની સજા તથા દંડની જોગવાઈ
આ દવાનો જથ્થો જે જગ્યાએ રાખવામાં આવ્યો હોય તે સ્થળની માહિતી ડ્રગ ઇન્સ્પેક્ટરને પુરી પાડવાની આદેશાત્મક જોગવાઈ છે. તેમજ સદર કાયદાની કલમ 27(B) પ્રમાણે કોઈ પણ દવાનો જથ્થો કે દવા વેચાણ, વિતરણ, કે જાહેર વેચાણ, જથ્થો કે સંગ્રહ કાયદા મુજબની કલમ 18માં જણાવ્યા પ્રમાણેના માન્ય પરવાના વગર કરી હોય તો તેવા ગુનામાં ઓછામાં ઓછી 1 વર્ષની સજાને પાત્ર તેમજ જો યોગ્ય લાગે તો 1 વર્ષની સજા વધારી 3 વર્ષ તેમજ દંડ વસુલવા કે જ દંડ રુપિયા 5000થી ઓછો ન હોય તેવા દંડને પાત્ર છે. તેમજ સદરહું કાયદાની કલમ 28 પ્રમાણે કાયદાની કલામ 18(A) તથા 24ના ભંગ બદલ 1 વર્ષ સુધીની સજા તથા દંડ અથવા બંને સાથે કરવાની જોગવાઈ છે. તેમજ કલમ 18Bના ભંગ બદલ એક વર્ષ સુધીની સજા તથા દંડની જોગવાઈ કલમ 28A પ્રમાણે કરી છે. વળી કાયદાની કલમ 31 પ્રમાણે 18(c)ના ભંગ બદલ જે જથ્થો દવાનો હોય તેને રાજ્યસાત કરવાની પણ જોગવાઈ છે.

રાજકોટ કોંગ્રેસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી.
રાજકોટ કોંગ્રેસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી.

અમારા નજીકના માણસો અને કાર્યકર્તાઓને અવળી રીતે અસર થઈ છે
જો આવો જથ્થો ઉતરતી કક્ષાનો, નકલી, કે મિસબ્રાન્ડ હોય તો તેનો રાજ્યસાત કરવાની જોગવાઈ છે અને આ અધિનિયમ નીચેના ગુનાની કોગ્નાઈસન્સ, ડ્રગ ઇન્સ્પેક્ટરની ફરીયાદ અથવા તો કોઈ પણ દ્રવિત, દુભાયેલ વ્યક્તિ અથવા તો માન્ય ગ્રાહક એસોસિએશન કરી શકે છે. તોહમતદારોના નીચે જણાવેલા ગુન્હાહિત કૃત્યોની સીધી અસર અમારા સામાજિક કર્યો ઉપર તથા કાર્યકર્તાઓને જીવન રક્ષક દવાઓ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ પડી છે. તેમજ કેટલાક કિસ્સાઓમાં કોરોનના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન સમયસર ઉપલબ્ધ ન થવાના લીધે મૃત્યુ પણ પામ્યા છે. અમે ફરીયાદી તોહમતદારોએ આચરેલા ગુનાહિત કૃત્યો અને તબીબી સહુલતની તમામ વ્યવસ્થાઓને હાઇજેક કરી પોતાની રીતે પોતે ઠીક લાગે તેને આવી જીવન રક્ષક દવાઓ ઉપલબ્ધ કરાવી સમાજને અને દર્દીઓને બાનમાં લેવાની અને ભયના ઓથાર નીચે લાચાર બનાવવાના કૃત્યથી તેમજ અમારા વિસ્તારમાં પણ જીવન રક્ષક દવાના પુરવઠાને ઉપલબ્ધ કરવામાં ઉણપ કે ખામીને લઈને અમો તેમજ અમારા નજીકના માણસો અને કાર્યકર્તાઓને અવળી રીતે અસર થઈ છે. દર્દીઓ પણ દ્રવિત થયા હોય અને આ ગુનાહિત કાવતરું અને તે ગુનાઓની બાબતની ફરિયાદ નાછૂટકે દ્રવિત વ્યક્તિ તરીકે કરીએ છીએ. આથી ફરિયાદ કરવા અરજી કરવાની જરુર પડી છે.