કાર્યવાહી:રાજકોટમાં ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમતા 3 પકડાયા, બે શખ્સને પકડવા ચક્રો ગતિમાન

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંતકબીર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન કેટલાક શખ્સો ટોળે વળી બેઠેલા જોવા મળતા પોલીસ ટીમ ત્યાં દોડી ગઇ હતી. જ્યાંથી ચુનારાવાડનો રવિ ઉર્ફે દુગો ભીમજી ડોડિયા, કપૂર રમેશ મછોયા, જાનુ ઉમર ઇબવાણી નામના શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે ચુનારાવાડના સન્ની ભરત ડોડિયા અને પિન્ટો ભીખુ સરવૈયા નામના શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

સકંજામાં આવેલા ત્રણેય શખ્સની પૂછપરછ કરતા તેઓ હૈદરાબાદ અને કોલકાતા, રાજસ્થાન અને ગુજરાત વચ્ચેના મેચમાં પ્લેઇંગ ઇલેવનના ખેલાડીઓની પસંદગી કરી તે ખેલાડીઓના રન ફેર ઉપર રૂ.100નો ભાવ રાખી હારજીત કરી જુગાર રમતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સ પાસેથી રોકડા રૂ.38,500 તેમજ બે મોબાઇલ અને પ્લેયરની પસંદગીની લખેલી ચિઠ્ઠીઓ કબજે કરી કાર્યવાહી કરી છે. જ્યારે અન્ય બે શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...