તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ:હરિપ્રસાદ સ્વામીના અસ્થિકુંભ આજે રાજકોટ આવશે, સાંજે 5 થી 8 દર્શન

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિનો કુંભ તા.11 ઓગસ્ટે રાજકોટ પહોંચશે. આ અસ્થિકુંભના દર્શન-પૂજન માટેનો કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી પરિસર, યોગીધામ, કાલાવડ રોડ ખાતે સાંજે 5 થી 8 સુધી રખાયો છે.

કાર્યક્રમની સાથે કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાશે. જેમાં સંતો-ભક્તો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્વામીજીના યુગકાર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો અર્ધ્ય અર્પણ કરાશે. ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, સ્વામીજીના યુગકાર્યની કૃપાવર્ષા જે પ્રદેશો પર થઈ છે ત્યાંના ભાવિકો, હરિભક્તો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકો જે હરિધામ પહોંચી શક્યા નહોતા તેમની લાગણીને ધ્યાનમાં રાખીને અસ્થિ વિસર્જન કરતાં પહેલાં વિવિધ શહેરો-ગામોમાં અસ્થિકુંભ દર્શન-પૂજનનો કાર્યક્રમ રખાયો છે. રાજકોટ ઉપરાંત મોરબી, ગોંડલ, જસદણ, ભાવનગર, જામનગર, જામકંડોરણા, જેતપુર, સુરેન્દ્રનગર વગેરે શહેરોના ભાવિકો અસ્થિકુંભના દર્શન – પૂજન માટે રાજકોટ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...