તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:રાજકોટથી ગુડઝ ટ્રેનમાં હાર્ડવેર, કિચનવેર બીજા રાજ્યમાં મોકલાયા, વર્ષમાં 6.54 કરોડની આવક

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

એમ.એસ.એમ.ઈ. અને ખેતીવાડીએ રાજકોટ રેલવે વિભાગની તિજોરી છલકાવી દીધી છે.રાજકોટથી એક વર્ષમાં 260 પાર્સલ ટ્રેન મારફતે 13116 ટન વસ્તુની નિકાસ થઈ છે. જેમાં જણસીથી લઇને કિચનવેર, હાર્ડવેર, પ્લાયવૂડ શિટ, સેનિટાઈઝર, દીવાલ ઘડિયાળ,મેડિકલના સાધનો સહિત અનેક ચીજવસ્તુનો સમાવેશ થાય છે. એકલા માત્ર ઓખા ગૌહાટી ટ્રેનમાં જ તાજેતરમાં 1,13,880 ટન સામગ્રી અન્ય રાજ્યોમાં મોકલાઈ છે. માર્ચ 2020 થી માર્ચ 2021 સુધીમાં રાજકોટ રેલવે વિભાગને બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ મારફતે રૂ. 6.54 કરોડની આવક થઇ છે.

રાજકોટ રેલવે વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જૈફે જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ પશ્ચિમ રેલવે વિભાગના ઝોનલ મુખ્યાલય અને દરેક ડિવિઝનમાં એક બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે ઓખા ગૌહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટ રેલવે સ્ટેશનેથી 11,3880 કિલો આવશ્યક ચીજવસ્તુ મોકલવામાં આવી છે. જેના મારફતે રાજકોટ રેલવે વિભાગને રૂ. 5.95 લાખ રૂપિયાની આવક થઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ માત્રામાં ચીજવસ્તુની પાર્સલ અને આવક આ ટ્રેન મારફતે થઈ છે. જેમાં ઓખા,જામનગર અને રાજકોટ સ્ટેશનેથી કુલ 1,41,270 કિલો સામગ્રી મોકલવામાં આવી હતી. જેમાં રાજકોટ રેલવે વિભાગને રૂ. 7,54 લાખ રૂપિયાની આવક થઈ છે.

રાજકોટ ગુડઝ ટ્રેન મારફત અત્યાર સુધી કૃષિ પ્રોડકટ માટે જંતુનાશક દવા, મેડિકલના સાધનો, ઈમિટેશન જવેલરી તેમજ ઔદ્યોગિક ઉત્પાદનની ચીજવસ્તુ મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...