કોંગ્રસ પ્રમુખનો વળતો પ્રહાર:'હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા,જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે'

રાજકોટ2 મહિનો પહેલા
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતા પ્રહાર કર્યા - Divya Bhaskar
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતા પ્રહાર કર્યા
  • હાર્દિક પટેલની પ્રેસ કોન્ફ્રન્સ મુદ્દે કોંગી નેતાઓ ઉકળ્યા, તીખા કટાક્ષ કર્યા
  • 'કોંગ્રેસમાં જેણે મજૂરી નથી કરી એ ભાજપમાં જઈને શું કરશે': કોંગી નેતા અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિક પટેલે આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો પ્રહાર કરતા રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે તીખા કટાક્ષ કરતા કહ્યું હતું કે,'હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છે. હવે જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે.

હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને હાર્દિક પટેલ અને ભાજપ અંગેની પૂરી જાણકારી હતી. હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયો હતો. હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો મુદ્દો એ હતો કે તેના પર કેસ ચાલતો હતો. જેલમાં ન જાય તેના માટે તેણે પ્રયાસો કર્યા. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે હાર્દિક પટેલને હેલિકોપ્ટર, પ્લેન આપવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી. તેમને પાંચ રાજ્યોમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા.

હાર્દિકના મોઢામાં શબ્દો મુકવામાં આવ્યા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સમાજનો સારો ચહેરો બન્યો હતો. પણ હાર્દિકનો મુળ મુદ્દો એ હતો તેની સામે રાજદ્રોહને કેસ ચાલતા હતા.
પોતે જેલમાં ન જાય તે માટે હાર્દિકના પ્રયાસો હતા. હવે હાર્દિકના બધાને ફોન કરી ને કહે છે કે તમે પણ મારી સાથે કોંગ્રેસ છોડો. બાકી હાર્દિકના મોઢામાં શબ્દો મુકવામાં આવ્યા છે. કમલમમાંથી તમામ ભાષા આવી રહી છે.

કોંગ્રેસમાં જેણે મજૂરી નથી કરી એ ભાજપમાં જઈને શું કરશે: મોઢવાડિયા
કોંગ્રેસમાં જેણે મજૂરી નથી કરી એ ભાજપમાં જઈને શું કરશે: મોઢવાડિયા

ભાજપમાં ફક્ત 100 લોકને જ જલસા છે: મોઢવાડિયા
આ મુદ્દે કોંગી નેતા અર્જુન મોઢવાડિયાએ કરતા મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જેણે મજૂરી નથી કરી એ ભાજપમાં જઈને શું કરશે. જેમણે મન બનાવી લીધું હોય તેમના વિશે કંઈ ન કહી શકાય. પ્રજાના પડખે ઊભા રહેવાની તૈયારી ન હોય. નામ બની જાય એટલે બધુ જ આપો એવું ન થઈ શકે. કોંગ્રેસ નહીં, તેને બીજે પણ ન નામ ન મળે અને સત્તા પણ ન મળે. બાકી જેમને ભાજપમાં જવું હોય એ જાય. ભાજપમાં ફક્ત 100 લોકને જ જલસા છે, બાકી બધા મજૂર છે.

કોંગી નેતા મનોજ પનારા
કોંગી નેતા મનોજ પનારા

કોંગ્રેસ પર તેમણે લગાવેલા દરેક આક્ષેપો ખોટા છે: મનોજ પનારા
આ મુદ્દે કોંગી નેતા મનોજ પનારાએ કહ્યું હતું કે, અમે પણ પાટીદાર નેતા છીએ. અમે પણ કોંગ્રેસમાં છીએ. આજ સુધી અમારી સાથે કોઈ અન્યાય નથી થયો એકમાત્ર હાર્દિક પટેલને જ હવે ત્રણ વર્ષ બાદ એવું લાગી રહ્યું છે કે તેમની સાથે અન્યાય થયો છે. આ તેમનું આત્મઘાતી પગલું છે અને કોંગ્રેસ પર તેમણે લગાવેલા દરેક આક્ષેપો ખોટા છે.

હાર્દિક પટેલની ફાઈલ તસવીર
હાર્દિક પટેલની ફાઈલ તસવીર

કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે: હાર્દિક પટેલ
બીજી તરફ હાલ હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મને કોઈ જવાબદારી સોંપાઈ નથી. આજે હું ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે.કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન ,ચીમનભાઈ પટેલને કોગર્સમાં હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.