તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hardik Patel Rally In Rajkot, Said BJP Was Uncontested And Failed To Give Party Tickets, In 2015 One Community Was Annoyed, This Time All The Society Is Angry With BJP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:રાજકોટમાં હાર્દિક પટેલની સભા, કહ્યું ભાજપ બિનહરિફ થઇ તેમાં પાર્ટીની ટિકિટ આપવામાં ચૂક, 2015માં એક સમાજ નારાજ હતો, આ વખતે તમામ સમાજ BJPથી નારાજ

રાજકોટ11 દિવસ પહેલા
ટિકિટ ફાળવણીમાં પાર્ટીની ક્યાંક ચૂક રહી હશે - હાર્દિક પટેલ
  • ભાજપની સત્તા છે એટલે લોકો બોલતા નથી, અમે પક્ષએ છૂટ બોલવાની છૂટ આપી છે
  • આમ આદમી પાર્ટી તો મેદાનમાં જ નથી, આ વખતે અમે રાજકોટમાં 45 સીટોથી ચૂંટણી જીતીશું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સ્મૃતિ ઈરાની અને હાર્દિક પટેલ ઉમેદવારોને વિજયી બનાવવા માટે મેદાને ઉતર્યા છે. હાર્દિક પટેલની મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકમાં જંગી સભા યોજાઇ હતી. સભા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે અમે 45 સીટથી રાજકોટમાં ચૂંટણી જીતીશું. આ પહેલા 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો પરંતુ આ વર્ષે તમામ સમાજ ભાજપથી નારાજ છે. ભાજપની બેઠકો બિનહરિફ થઇ તે બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે, પાર્ટીએ ટિકિટ આપવામાં ચૂક કરી હશે.

ટાર્ગેટ 45 ઉપર આપવામાં આવ્યો છે
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમને પાર્ટી હાઇ કમાન્ડ તરફથી 45 સીટથી વધુનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને અમે આ ટાર્ગેટ હોંશભેર પૂરો કરીશું. કારણ કે અછેમને હાલ પ્રજા તરફથી જે બહોળો પ્રતિસાદ મળી રહ્યો , જે પ્રેમ મળી રહ્યો છે તેના આધારે હું ચોક્કસપણે કહું છું કે જનતા કોંગ્રેસની સાથે છે.

હું ચોક્કસપણે કહું છું કે જનતા કોંગ્રેસની સાથે છે.
હું ચોક્કસપણે કહું છું કે જનતા કોંગ્રેસની સાથે છે.

ભાજપે અનેક જગ્યાએ ખોટી રજુઆતો કરીને વિજય મેળવવા પ્રયત્ન કર્યો
હાર્દિક પટેલે ભાજપ પર સીધા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ અનેક જગ્યાએ ખોટી રજુઆતો કરીને વિજય મેળવવા પ્રયત્ન કર્યો છે. હું મારી વાત એક ઉદાહરણથી સમજાવું તો જ્યારે અમારા અશોકભાઈ ડાંગરે 2ને 45 મિનિટે વોર્ડ નં 1થી 4ના મેન્ડેટ જમા કરાવી દીધા છતાં ભાજપના આગેવાનોએ એવા આક્ષેપ લગાવ્યા હતા કે ફોર્મ સમયસર ભરાણા નથી. હવે જે લોકો પૂર્વ મેયર પર આવા નકામા આક્ષેપો લાગતા હોય એ લોકો આવી જ રજુઆતો કરી શકે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા જ ખોટા દાવા રજૂ કરી મત મેળવવા ભાજપ પ્રયત્ન કરે છે. આમાં ચૂંટણીપંચે તટસ્થ રહીને ચૂંટણી પ્રક્રિયા નિભાવવી જોઈએ. પરંતુ એ લોકો પણ ભાજપના રંગે રંગાઈ ગયા છે.

ભાજપ સત્તામાં છે એટલે લોકો બોલતા નથી
કોંગ્રેસ પક્ષમાં નારાજગીના કારણે ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચવાના મુદ્દે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, દરેક પક્ષમાં કોઈને કોઈ કાર્યકર નારાજ હોય છે. ચૂંટણી સમયે નારાજ થાય તે સ્વાભાવિક છે. ભાજપમાં પણ ઘણા એવા ઉમેદવારો છે પણ તે સત્તામાં છે એટલે તેના કાર્યકરો બોલતા નથી. અમે અમારા પક્ષમાં દરેક કાર્યકરને બોલવાની છૂટ આપી છે એટલે એ લોકો વિરોધ કરે છે.

પત્રકાર પરિષદને સંબોધતા હાર્દિક પટેલ
પત્રકાર પરિષદને સંબોધતા હાર્દિક પટેલ

ટિકિટ ફાળવણીમાં પાર્ટીની ક્યાંક ચૂક રહી હશે
ભાજપની બિનહરીફ બેઠક પર વિજય મેળવવા વિશે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, શક્ય છે કે ક્યાંકને ક્યાંક પાર્ટીથી ટિકિટ ફાળવણીમાં ચૂક રહી હશે. એટલે ભાજપને કેટલીક બેઠકો બિનહરીફ મળી છે. પણ કોંગ્રેસ એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે જે લોકો માટે કામ કરવા માગતા હોય અને પદને લાયક હોય.

આમ આદમી પાર્ટી તો મેદાનમાં જ નથી
આપના પ્રચાર-પ્રસારને મજાકમાં ઉડાવી હાર્દિકે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી તો મેદાનમાં જ નથી. કોંગ્રેસને બેનર મારવામાં પણ મંજૂરી મળતી નથી પણ આપને મળે છે. એનો મતલબ તમે સમજી શકો છો. આપ અત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર કરી રેલી કરે છે. એમ અમે પણ સુરતમાં 5 હજારથી વધુ લોકોની રેલી કરી હતી. પરિણામ તમારી સામે છે. આ જંગ માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે અને કોંગ્રેસ જ જીતશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો