તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય:સરધાર સહકારી મંડળીમાં હરદેવસિંહની પેનલ વિજેતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના બે જૂથ વચ્ચે જંગ જામ્યો હતો

છેલ્લા 30 વર્ષથી બિનહરીફ રહેતી સરધાર સહકારી મંડળીની શનિવારે ચૂંટણી યોજાઈ હતી. 20 ગામના કુલ 2400 મતદાર હતા. જેમા 2100 મત પડ્યા હતા. જ્યારે 150 મત ક્રોસ વોટિંગમાં પડ્યા હતા. શનિવારે જ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી જ હરદેવસિંહની પેનલ આગળ રહી હતી. કુલ 20 બેઠક હતી.જેમાં તમામ બેઠક પર હરદેવસિંહ પેનલના ઉમેદવારો આગળ રહ્યા હતા. સરધાર સહકારી મંડળીનું પરિણામ હવે યાર્ડની ચૂંટણીને અસર કરશે તેમ સહકારી જગતમાં ચર્ચા થઇ રહી છે.

સરધાર સહકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને સામને હોવાથી સૌ કોઇની નજર આ પરિણામ પર હતી. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શનિવારે બપોરે 3.00 પછી મતદાન શરૂ કરવામાં આવ્યું હતુ અને સાંજે 7.00 કલાકે દરેક બેઠક પરથી હરદેવસિંહ જાડેજાની પેનલ 300 થી 400 મતથી આગળ હતી. તમામ રાઉન્ડના અંતે આખી પેનલ 500 મતથી આગળ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...