શહેરમાં નશાખોર અને જુગારી પતિએ પિયરથી પૈસા લઇ આવવા દબાણ કરી પરિણીતા પર અત્યાચાર ગુજારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભગવતીપરામાં છેલ્લા દસ મહિનાથી પુત્ર સાથે રહેતી સોનલબેન નામની પરિણીતાએ આજી વસાહત, ખોડિયારનગર-12માં રહેતા રાજેશ પ્રભાતભાઇ આગરિયા અને સાસુ માસુબેન સામે ફરિયાદ નોંધાવી છે. દસ વર્ષ પૂર્વે રાજેશ સાથે લગ્ન થયા હતા. પતિ રાજેશ કાંઇ કામધંધો કરતા ન હોવાથી પોતે ટયુશન ચલાવી ઘરખર્ચ માટે કામ કરવા અંગેની વાત કરતા પતિએ ઝઘડાઓ શરૂ કર્યા હતા
. એટલું જ નહિ પતિ રાજેશને દારૂ-જુગારની કૂટેવ હોય તેની કૂટેવો સંતોષવા પોતાને પિયરથી રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતા. ના પાડુ તો ઝઘડો કરી ગાળો ભાંડતા હતા. સાસુ પણ પતિને સમજાવવાને બદલે તેનુ ઉપરાણું લઇ જીયાણામાં સોનાની વસ્તુઓ લઇ આવવાની માંગણી કરી મેણાં મારતા હતા. પતિ કંઇ કમાતા ન હોવાને કારણે પોતે ગુજરાન ચલાવવા ટયૂશન કલાસ ચલાવતા હતા. જે પૈસા પણ પતિ ચોરી જઇ દારૂ-જુગારમાં ઉડાડી દેતા હતા. દસ વર્ષ સુધી પતિ, સાસુનો ત્રાસ સહન કરવા છતા કોઇ સુધારો નહિ આવતા અંતે પોલીસ ફરિયાદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.