તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં ‘તું વેતા વગરની છો તારી માએ કંઇ શીખવાડ્યું નથી’ કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટના મોરબી રોડ ઉપર રહેતી પરિણીતાએ બીજા લગ્ન કર્યા તેમાં પણ સાસરિયાઓ દ્વારા ત્રાસ આપતા હોય અને દીકરો પણ છીનવી લીધો હોય જેથી આ અંગે પતિ, સાસુ, સસરા અને દિયર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મને સાસરિયાઓ અવારનવાર તું વેતા વગરની છો, તારી માએ કંઇ શીખવાડ્યું નથી કહી મેણાટોણા મારતા હતા.

બીજા લગ્ન 22 નવેમ્બરના રોજ થયા હતા
રાજકોટના મોરબી રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતી પરિણીતાએ રણુજા મંદિર સામે કૈલાશ પાર્કમાં રહેતા પતિ ધર્મેશભાઈ,સાસુ મીનાબેન, સસરા રમણીકભાઇ માનસૂરભાઈ માલણ અને દિયર તેજસ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા બીજા લગ્ન 22 નવેમ્બરના રોજ થયા હતા. લગ્નના 3 મહિના બાદ પ્રેગનેન્ટ થતા સાસુએ તું વેતા વગરની છો, તારી માંએ કંઈ શીખવાડ્યું નથી કહી ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યુ હતું.

શ્રીમંત બાદ સિઝરિયનથી દીકરાનો જન્મ થયો
ફરિયાદી મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો પતિ મને કહેતો કે તું મને જરાય ગમતી નથી. મમ્મીના કહેવાથી લગ્ન કર્યા છે, દારૂ પીવાની ટેવ હોય દારૂ પી માથાકૂટ કરતા હતા અને બહાર કાઢી મુકતા હું પાડોશીના ઘરે જતી રહેતી હતી અને ફરી સમજાવટથી જતી રહેતી હતી. શ્રીમંત બાદ સિઝરિયનથી દીકરાનો જન્મ થતા તે બાબતે મેણાં મારતા હતા અને માવતરે એક જ મહિનો રોકાવા દીધી હતી અને ત્રાસ ચાલુ કર્યો હતો.

તમારી દીકરીને લઇ જાવ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, મારે મારા ભાઈને સામસામું હોય જેથી બધું સહન કરતી હતી. મારા પિતા શાંતિથી રહેવાનું કહેતા તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અમે અલગ રહેવા જતા રહ્યાં છતાં પતિ ઝઘડા કરતો હતો અને ત્રીજા મહિનામાં મારા પતિએ માથાકુટ કરી મારા માતાને ફોન કરી તમારી દીકરીને લઇ જાવ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

મારા દીકરાને આપવાની પણ ના પાડી દીધી
મારા સાસુ અને નણંદ મારા દિકરા તક્ષને લઈને જતા રહ્યા હતા. બાદમાં 181 બોલાવી હતી અને મારા પતિને ફોનથી બોલાવ્યો છતાં તે આવ્યો નહિ અને મારા દિકરાને આપવાની પણ ના પાડી દીધી હતી. જેથી અંતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રાસ આપતા પતિ, સાસુ, સસરા અને દિયર સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો