ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના પાકને નુકશાન ન થાય આ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.
સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમા ખેડૂતો એ કરેલ વાવણી બાદ વરસાદ ન વરસતા પાક નિષ્ફ્ળ જવાની ભીતીએ જગતનો તાત મેહુલિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ સમયે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સિંચાઈ વિભાગ દ્વારા સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે.
6 ડેમમાંથી પાણી છોડી શકાય શકાશે
રાજકોટ સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એસ.જી.પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તેમનાં અન્ડરમાં કુલ 20 ડેમોનો સમાવેશ થાય છે. આ 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી જ પાણી આપી શકાય તેમ છે. હાલ રાજકોટ જિલ્લામાં આજી-2 અને ન્યારી-2 મારફત સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આજી-3 ડેમ અંગે આજે સલાહકાર સમિતિ સાથે બેઠક કરી બાદમાં નિર્ણય કરવામાં આવશે. હાલ જે 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેવી સ્થિતિમાં આજી-1, ભાદર-1, આજી-3, મોજ ડેમ, ફોફળ-1 અને વેણુ-2 ડેમનો સમાવેશ થાય છે.
જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં જળાશયોની હાલની સ્થિતિ જોઈએ તો કુલ 38% જથ્થો છે જેમાંથી આ સ્થિતિ મુજબ સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો માત્ર 100 જેટલા ગામોને 14725 હેકટર સિંચાઈનું કુલ 51257 હેકટર MCFT પાણી આપી શકાય તેવી સ્થિતિ છે. ત્યારે જે તાલુકા અને ગામડામાંથી સિંચાઈ પાણી માટે માંગ કરવામાં આવશે તેને સલાહકાર સમિતિ મિટિંગ કરી બાદમાં નિયમ તથા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.