તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ દિવ્યાંગે ‘નાક’ રાખ્યું:રાજકોટમાં દિવ્યાંગ યુવાન કોરોનાકાળમાં બિઝનેસમેન બન્યો, નાકના ટેરવાથી ટાઇપિંગ કરી લોકોના ઓર્ડર મેળવ્યા, 5 મહિનામાં 30 હજારની કમાણી કરી

રાજકોટ14 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
18 વર્ષીય રાજકોટનો સ્મિત ચાંગેલા આત્મનિર્ભર બન્યો.
 • સ્મિત ચાંગેલા નામના દિવ્યાંગ યુવાનની ઉંમર 18 વર્ષની; નાનપણથી જ ન્યૂરોપેથી નામના રોગ પીડાય છે
 • સ્મિતે સોશિયલ મીડિયામાં એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો

કહેવાય છે કે મક્કમ મન હોય તો હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરી છે રાજકોટના 18 વર્ષના એક દિવ્યાંગ યુવાને. સ્મિત ચાંગેલા નામનો યુવાન નાનપણથી જ ન્યૂરોપેથી નામના રોગથી પીડાય છે, પરંતુ પોતાને બીજાના ઓશિયાળા હેઠળ જીવવું પસંદ ન હોય અને મનમાં તેણે એક નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર બનવું છે. બસ, આ જ નિર્ધારથી તેણે કોરોનાકાળમાં ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો. નાકના ટેરવાથી ટાઇપિંગ કરી ઓર્ડર મેળવતો ગયો અને ડિલિવરી પણ કરવા લાગ્યો. આજે તેણે છેલ્લા 5 મહિનામાં 30 હજારની કમાણી કરી છે.

સ્મિત હાલ ધો.11માં ભણે છે, ધો.10માં 98.5 PR આવ્યા હતા
આજે સ્મિત રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યો છે. ધોરણ દસમાં પણ સ્મિતને 98.5 PR આવ્યા હતા. વિકલાંગોની કેટેગરીમાં તે ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો. સ્મિતે DivyaBhaskarને જણાવ્યું હતું કે કુદરત આપણને જેમ મોકલ્યા એમ રહેવું પડે અને એનો સ્વીકાર કરી આગળ વધવું જોઈએ. હું અન્ય નોર્મલ બાળકોની જેમ હરી-ફરી શકતો નથી, પરંતુ હું મારી જાતને હતાશ થવા દેતો નથી તેમજ પરિવારના સભ્યો અને મિત્રવર્તુળના પ્રોત્સાહનથી લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરી એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કર્યો છે.

સ્મિત નાનપણથી જ ન્યૂરોપેથીના રોગથી પીડાય છે.
સ્મિત નાનપણથી જ ન્યૂરોપેથીના રોગથી પીડાય છે.

સ્મિતના હાથ કામ કરતા ન હોવાથી નાકના ટેરવાથી ટાઇપિંગ કરે છે
સ્મિત છેલ્લા 5 મહિનાથી ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગ બિઝનેસ ચલાવી રહ્યો છે, જેમાં અંદાજિત 30,000 રૂપિયા જેવી આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે સ્મિત પોતે પોતાની જાતે સામાન્ય વ્યક્તિની જેમ ચાલી પણ શકતો નથી. તેના હાથ પણ યોગ્ય કામ કરતા નથી, એમ છતાં આ યુવાન નાકના ટેરવાની મદદથી ટાઇપિંગ કરી લોકોના ઓર્ડર લેવા અને વસ્તુ ડિલિવરી કરવા સહિતના કામ કરી રહ્યો છે, જે અન્ય લોકોને માટે એક પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.

કેવી રીતે સ્મિતને ઓનલાઇન બિઝનેસનો વિચાર આવ્યો
લોકડાઉનમાં ઘરે બેઠા સ્મિતને ઓનલાઇન બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. બસ, આ વિચાર તેને તેની માતા સમક્ષ વ્યક્ત કર્યો હતો અને માતાએ પ્રોત્સાહન આપી તેને સાથ આપ્યો હતો. તેની માતાનું માનવું છે કે તેઓ હરહંમેશ તેના દીકરાને બીજાં બાળકોની જેમ જ ટ્રીટ કરી બધાની સાથે રાખે છે. એ માટે તમામ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવે છે.

સ્મિતના હાથ અને પગમાં તકલીફ.
સ્મિતના હાથ અને પગમાં તકલીફ.

હું હંમેશાં સ્મિતને હિંમત આપી રહી છું- માતા
સ્મિતનાં માતા હિનાબેન ચાંગેલાએ જણાવ્યું હતું કે સ્મિત 3 મહિનાનો હતો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે સ્મિતને ન્યૂરોપેથી નામનો રોગ છે. સ્મિતની સારસંભાળ મારે રાખવી પડે છે. તે પોતાની રીતે કંઇ કરી શકતો નથી. સ્કૂલે મૂકવા જવું, તેડવા જવું અને ઘરે મારે તેની તમામ સંભાળ રાખવી પડે છે. લોકડાઉનમાં તેણે બિઝનેસ કરવાનું કહ્યું તો મેં કહ્યું હા કર. હું સ્મિતને હંમેશાં કહું છું કે તારે હિંમત હારવાની નથી.

મારા મિત્રવર્તુળમાં પણ ઓર્ડર કરવા અપીલ કરી- કસ્ટમર
કસ્ટમર ગોપાલભાઇએ જણાવ્યું હતું કે હું પહેલી વાર સ્મિત પાસે ઓર્ડર કર્યો ત્યારે તેના ઘરે ગયો હતો. બાદમાં સ્મિતે મને કહ્યું કે ઉપરના માળે આવી જાવ. સ્મિતની હાલત જોઇ હું પણ ચોંકી ગયો કે આવી પરિસ્થિતિમાં પોતે બિઝનેસ કરી રહ્યો છે. બાદમાં મેં મારા મિત્રોને પણ સોશિયલ મીડિયામાં અપીલ કરી કે તમારે જે પણ વસ્તુઓ જોઇએ એનો આ નંબર પર ઓર્ડર કરજો.

માતા હિનાબેન સાથે સ્મિત.
માતા હિનાબેન સાથે સ્મિત.
નાકના ટેરવેથી મોબાઇલ અને લેપટોપ ઓપરેટ કરે છે.
નાકના ટેરવેથી મોબાઇલ અને લેપટોપ ઓપરેટ કરે છે.
મોબાઇલમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો.
મોબાઇલમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો.

ન્યૂરોપેથી રોગ કેવી રીતે થાય છે
ન્યૂરોપેથી રોગ શરીરના સ્નાયુઓમાં યોગ્ય લોહીનું પરિભ્રમણ ન થવાને કારણે થાય છે. આ રોગ શરીરના કોઈપણ ભાગમાં થાય છે. સ્મિત 3 માસનો હતો ત્યારથી તેને આ રોગ હોવાનું પરિવારને માલૂમ થયું હતું અને ત્યાર બાદ સર્જરી પણ મુંબઇ ખાતે કરવામાં આવી હતી. જોકે એમાં કોઇ યોગ્ય પરિણામ મળ્યું ન હતું અને કસરત કરવા તબીબોએ સૂચના આપી હતી. રાજકોટના સ્મિતને શરીરના હાથ અને કમરના નીચેના ભાગના સ્નાયુમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ થતું ન હોવાથી મુશ્કેલી સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો