તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓમાં રોષ:હોલમાર્કના કાયદાથી સોનીબજારમાં નવા દાગીનાના ઉત્પાદન પર બ્રેક લાગી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારીગરો માટે મેડિક્લેમથી લઈને તમામ સુવિધાની ઓફર

હોલમાર્કિંગના કાયદાને લઈને સોની વેપારીઓમાં રોષ અને અવઢવ બન્ને છે. જૂની બનાવટના દાગીના - ઘરેણાં જેમાં હોલામાર્ક નથી તેવો સ્ટોક ખાલી કરી રહ્યા છે. આવો સ્ટોક વેપારીઓ કાં તો ઓગાળવા માટે કાઢે છે અથવા તો હોલસેલમાં વેચવા માટે કાઢી રહ્યા છે. હાલ કોઇ નવો સ્ટોક કરીને કોઈ જોખમ લેવા તૈયાર થતા નથી. જેને કારણે સોનીબજારમાં નવા ઉત્પાદન પર 50 ટકા બ્રેક લાગી ગઇ છે. બીજી બાજુ બંગાળી કારીગરો વતન પરત ફરે તે માટે તેઓના મેડિક્લેમ ઉતારવાથી લઇને તેને તમામ પ્રકારની સુવિધા આપવાની ઓફર ઈન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીઓ તરફથી કરવામાં આવી રહી હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ઝીંઝુવાડિયા જણાવે છે.

કારીગરોમાં એવો ડર છે કે, જો કોરોનાના નવા કેસ આવ્યા અને રાજકોટ આવી ગયા બાદ કોઇ કામ નહીં મળે તો હેરાન થવું પડશે. એટલે હાલ તેઓ પોતાના વતનમાં જ રોકાઈ ગયા છે અને રાજકોટ પરત ફરવા બાબતે વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવે છે. હાલ અત્યારે જે કારીગરો છે તે મોટાભાગના સ્કિલ્ડ લેબર છે.જે દરેક દાગીના બનાવી જાણે છે, પરંતુ બ્લકમાં વીંટી, નેકલેસ, કંગન, કંદોરા બનાવવાનું કામ હાલમાં લઈ શકાતું નથી.

જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પરેશભાઈ સોની જણાવે છે કે, સ્થાનિક કારીગરો પાસેથી વધુ કામ લઇ શકાય એમ નથી. આ માટે માળખાકીય સુવિધા અને સમય બન્નેની સમસ્યા ઊભી થાય છે. સોનું ખરીદવા માટે મુહૂર્ત જેમ કે અખાત્રીજ, ગુરુપુષ્યનક્ષત્ર, લગ્નની સિઝન વગેરે ફેલ ગઈ છે હવે નવી ખરીદી દિવાળી પછી નીકળે તેના પર બધો આધાર છે. આમ, નવી સિઝન શરૂ થવાને હજુ વાર હોય કોઈ વેપારી જોખમ લેવા માટે તૈયાર થતા નથી. સોનીબજારમાં કામ કરતા કારીગરો અંદાજિત 50 હજારથી વધુ છે. જેમાંથી 20 હજાર જ અત્યારે અહીં રહીને કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...