તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હોલમાર્કમાં હજુ 50 ટકા વેપારીઓનું રજિસ્ટ્રેશન બાકી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોલમાર્ક નહિ લેનાર વેપારી સામે બુધવારથી તપાસ શરૂ થશે, વિવાદ વધવાની સંભાવના

ફરજિયાત હોલમાર્કના નિયમને લઈને આપવામાં આવેલી છૂટછાટની મુદત 31 ઓગસ્ટ મંગળવાથી પૂરી થવા જઇ રહી છે. આપેલી છૂટછાટની મુદત પુરી થયા બાદ જેમણે હોલમાર્કના લાઇસન્સ નહિ લીધા હોય તેવા વેપારી સામે કાર્યવાહી થવાની સંભાવના છે. નવા નિયમની લાંબી અને જટિલ પ્રક્રિયાને કારણે વેપારીઓમાં કચવાટ છે. ત્યારે જો આમનો ફરજિયાત પણે અમલ કરવામાં આવશે તો વેપારીમાં રહેલો કચવાટ વિરોધ પરિવર્તિત થવાની સંભાવના છે. જો આવું થશે તો વિવાદ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

સોની વેપારીઓના જણાવ્યાનુસાર હોલમાર્કનો નવો નિયમ લાગુ કર્યો છે, પરંતુ તેમાં અનેક ખામી જોવા મળે છે.આ સિવાય જે હેલ્પલાઇન જાહેર કરી છે.તેમાં ફોન કરવાથી કે સમસ્યા રજૂ કરવાથી કોઈ નિરાકરણ મળતું નથી અનેક મુદ્દાને લઇને હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી મુશ્કેલી વધુ છે. નવા નિયમ મુજબ નાના દાગીના પર હોલમાર્ક અશ્કય છે. જે પદ્ધતિ છે તે મુજબ હોલમાર્કિંગ કરીએ તો દાગીના અનફિશિંગ થઈ જાય છે અને ગ્રાહકો તે લેવા તૈયાર થતા નથી.

જ્યારે આ અંગે બી.આઈ.એસ. અધિકારી જણાવે છે કે, વેપારીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં રોજ જે ફરિયાદ આવે છે તેનું નિરાકરણ કરાય છે. ફરજિયાત હોલમાર્કના વિરોધમાં ગત સોમવારે વેપારીઓએ બંધ પાળીને વિરોધ કર્યો હતો. જો આ પ્રક્રિયામાં ફેરફાર નહિ કરવામાં આવે કે નિયમ હળવા નહિ કરાય તો આગામી દિવસોમાં વિરોધ ઉગ્ર રીતે વ્યક્ત કરવામાં આવશે તેમ સોની વેપારીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...