ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી અને એબી ગ્રૂપના ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેનાવાર છે. તારીખ 18મીને સોમવારે સવારે 10થી સાંજે 4 કલાક સુધી લેવાનારી આ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં કુલ 7706 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. સવારે 10થી12 કલાક દરમિયાન ફિઝિક્સ અને બાયોલોજીનું પેપર સાથે લેવાશે. ત્યારબાદ બ્રેક રહેશે. બપોરના સેશનમાં બાયોલોજી અને ગણિતનું પેપર લેવાશે. ગુજકેટના વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટના શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવવાના નથી. પરંતુ હોલ ટિકિટની સાથે વિદ્યાર્થીઓએ કોઈપણ એક આઈડી પ્રૂફ સાથે રાખવા શિક્ષણબોર્ડે જણાવ્યું છે. રાજકોટ જિલ્લામાં 36 બિલ્ડિંગ અને 387 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના જે કેન્દ્રમાં પરીક્ષા યોજાનાર છે તે તમામ શાળા કેન્દ્રો માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે પ્રતિબંધો જાહેર કર્યા છે. શાળાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં, કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાના સંચાલકો ઝેરોક્સ મશીન ચાલુ રાખશે નહીં. કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય કે પુસ્તક, ગાઈડ, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.