સર્વત્ર મેઘમહેર:રાજકોટ અને મોરબી જિલ્લામાં અડધાથી આઠ ઇંચ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટી પાનેલી વધુ આઠ ઇંચ વરસાદથી પાણી પાણી, ભાયાવદરમાં ચાર અને ઉપલેટામાં પાંચ ઇંચ

રવિવાર સાંજથી શરૂ થયેલી મેઘસવારી મંગળવારે અંશત થંભી હતી અને મોટી પાનેલી અને ભાયાવદર તેમજ ઉપલેટાને બાદ કરતાં ક્યાંય વધુ વરસાદ પડ્યો ન હતો. બીજી તરફ મોરબીમાં માત્ર અડધો ઇંચ પાણી વરસતાં બફારો વધી પડ્યો હતો. જો કે બન્ને જિલ્લાના અનેક ડેમ ઓવરફ્લો થયા હતા અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જેના લીધે પંથકનો પાણીનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાઇ ગયો હતો. રાજકોટ જિલ્લાના મોટી પાનેલીમાં સોમવાર સાંજથી મંગળવાર બપોર સુધીમાં વધુ આઠ ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે ભાયાવદરમાં ચાર, ઉપલેટામાં પાંચ, ધોરાજી અને જામકંડોરણામાં અનુક્રમે 1.5 અને 1 ઇંચ તેમજ મોરબીમાં અડધો ઇંચ પાણી પડ્યું હતું. ઉપલેટા પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ.

અન્ય સમાચારો પણ છે...