હવામાન:સરધારમાં અડધો ઇંચ વરસાદ ,બફારો વધ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ વધ્યું, નૈઋત્યના પવનો શરૂ
  • શહેરનું તાપમાન વધી 41 ડિગ્રીએ પહોંચ્યું, છૂટોછ‌વાયો વરસાદ પડવાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે આજે તાપમાન 41 ડિગ્રીએ પહોંચી જતા આખો દિવસ ભારે ઉકળાટ-બફારો રહ્યા બાદ સાંજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. સરધારમાં સાંજે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, તો અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. નૈઋત્યના પવન ફૂંકાવાનું શરૂ થતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે ત્યારે હજુ આગામી 36 કલાક બદલાયેલી વિન્ડ પેટર્ન વચ્ચે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

રાજકોટના સરધાર ગામે સાંજે 6 વાગ્યે પવનના જોર સાથે વરસાદ પડ્યો હતો. પોણો કલાકમાં અડધો ઇંચ વરસાદ પડી જતા વાતાવરણ ઠંડું બની ગયું છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે વાતાવરણમાં વધી રહેલા ગરમી અને ભેજને કારણે ક્યાંક ક્યાંક પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝના ભાગરૂપે બપોર પછી અથવા તો મોડી રાત્રે છૂટાછવાયા વિસ્તારોમાં હળ‌વો અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. તા.25-26એ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે સાંજે સાડા પાંચે 38.8 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું હતું. પ્રતિ કલાક 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 26.5 ટકા અને વધી 39 ટકાએ પહોંચ્યું હતું. જેને કારણે લોકોએ બફારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...