સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ:કચ્છ વોરિયર્સને પછાડી હાલાર હિરોઝનો 43 રને શાનદાર વિજય, સ્નેલ પટેલ ‘મેન ઓફ ધ મેચ’ બન્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્નેલ પટેલે 50 બોલમાં 81 રન બનાવી ‘મેન ઓફ ધ મેચ’ બન્યા હતા - Divya Bhaskar
સ્નેલ પટેલે 50 બોલમાં 81 રન બનાવી ‘મેન ઓફ ધ મેચ’ બન્યા હતા

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની બીજી સીઝનમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સિઝન 2ની પ્રથમ મેચ બાદ આજે બીજા દિવસે કચ્છ વોરિયર્સ અને હાલાર હીરોઝ વચ્ચે શાનદાર મેચ યોજાઈ હતી. જેમાં હાલાર હીરોઝ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી ચોગ્ગા-છગ્ગાના વરસાદ સાથે હાઈએસ્ટ 197 રન બનાવ્યાં હતા. જેમાં હાલાર હિરોઝનો 43 રને શાનદાર વિજય થયો હતો.

ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ ટિમ વચ્ચે પ્રથમ મેચ બાદ આજે બીજા દિવસે હાલાર હીરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે બીજી મેચ યોજાઈ હતી. જેમાં કચ્છ વોરિયર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવા નિર્ણય કર્યો હતો. જેની સામે હાલાર હીરોઝ ટીમે પ્રથમ બેટિંગમાં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાઇએસ્ટ 197 રન બનાવ્યા હતા. જેની સામે કચ્છ વોરિયર્સ ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા અને હાલાર હીરોઝ ટીમનો 43 રને ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમમાં સ્નેલ પટેલે 50 બોલમાં 13 ચોગ્ગા મદદથી 81 રન બનાવ્યા હતા અને આજની મેચના ‘મેન ઓફ ધ મેચ’ તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા હતા.

SPLની સિઝન 2માં IPL જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મેચ દરમિયાન પણ સુમધુર સંગીતની સૂરાવલીઓ પણ વહેતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...