વિચિત્ર કેસ:પેટનો દુખાવો હતો, રિપોર્ટ કરાવતા HIVનું નિદાન થયું!

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ પાસે એક વિચિત્ર કેસ આવ્યો હતો જેમાં પેટમાં દુ:ખતું હતું અને એચઆઈવીનું નિદાન થયું છે.ડો.પ્રફુલ કમાણીના જણાવ્યા મુજબ તેમની પાસે સુરતથી એક 15 વર્ષના કિશોરનો કેસ આવ્યો હતો. તેને પેટમાં દુખાવાની ખૂબ તકલીફ હતી અને સાથે ઝાડા-ઊલટી પણ થતા હતા. તેણે સુરતમાં ઘણા તબીબો પાસે રિપોર્ટ કરાવ્યા હતા અને લોહી, સોનોગ્રાફી તેમજ કોલોનોસ્કોપી પણ કરાવી હતી છતાં કોઇ કારણ જાણવા મળ્યું ન હતું.

આખરે તેઓ રાજકોટ આવ્યા હતા ડો.કમાણીએ લાગુ પડતા બીજા રિપોર્ટ કરાવ્યા હતા અને સાથે જ એચઆઈવીનો રિપોર્ટ પણ કરવાની સલાહ આપી હતી. જોકે તેમાં એચઆઈવી પોઝિટિવ આવ્યો હતો. તપાસ કરતા તેના પિતાને પણ એચઆઈવી હોવાનું બહાર આવ્યું હતું જેથી પરિવારને એચઆઈવીના નિષ્ણાતને રીફર કરાયા હતા.

ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હિપેટોલોજિસ્ટ તથા એન્ડોસ્કોપિસ્ટ તરીકે ઘણા વર્ષોની પ્રેક્ટિસ બાદ અનુભવના આધારે ડો. પ્રફુલ કમાણીએ કહ્યું હતું કે, પેટના અસંખ્ય રોગોથી બચવા તેમજ અન્ય કોઇપણ બીમારી હોય જો તેની જાણકારી સમયસર મળે તો ઘાતક બનતા અટકાવી શકાય છે આ માટે જરૂરી રિપોર્ટ કરાવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...