સાઇબર ક્રાઇમ:રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના નામે ફેક એકાઉન્ટ બનાવી હેકરે રૂ.25 હજારની માંગણી કરી, ફરિયાદ દાખલ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના કોર્પોરેટર મનીષ રાડીયાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ભાજપના કોર્પોરેટર મનીષ રાડીયાની ફાઈલ તસ્વીર
  • ભાજપના વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુક્લનું એકાઉન્ટ પણ આ રીતે હેક થયું હતું

સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક નેતાનું એકાઉન્ટ હેક કરી રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન શાખાના ચેરમેન મનીષ રાડીયાનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી હેકરે સોશિયલ મીડિયામાં જોડાયેલા તેમના મિત્રો પાસેથી રૂપિયા 25 હજારની માંગણી કરી છે. આ અંગે અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

હેકરે રૂપિયા 25 હજારની માંગણી કરી
હેકરે રૂપિયા 25 હજારની માંગણી કરી

પાસવર્ડ બદલાવી એકાઉન્ટ રિકવર કરાયું
રાજકોટ મનપાના ગાર્ડન શાખાના ચેરમેન અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડીયાના નામનું ફેસબુક પર ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર મનીષ રાડીયાની તસ્વીરનો ઉપયોગ કર્યો છે. જેમાં તમામ વિગતો સાથે ફેક એકાઉન્ટ તૈયાર કરી તેના તમામ ફ્રેન્ડસને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી છે. આ અંગે મનીષ રાડીયાએ જણાવ્યું હતું કે, મારા એક મિત્ર પાસે 25,000 રૂપિયા માંગણી કરવમાં આવી હતી જે બાદ હકીકત માલુમ થતા તાત્કાલિક પોતાના ઓરીજીનલ ફેસબુક એકાઉન્ટ પર પાસવર્ડ બદલાવી એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.

ફેક એકાઉન્ટ બન્યા હોવાના અનેક કેસ દાખલ
આ અગાઉ રાજકોટ મનપાના વોર્ડ નં.7 ના કોર્પોરેટર નેહલ શુક્લ, કરણીસેના અધ્યક્ષ જે.પી.જાડેજા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ અને જિલ્લા પંચાયતના કોંગી સભ્ય અર્જુન ખાટરીયાનું પણ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી હેકર દ્વારા રૂપિયા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે નેતા અને અધિકારીઓને બાદ કરતાં સામાન્ય જનતાના નામે પણ આ પ્રકારના ફેક એકાઉન્ટ બન્યા હોવાની અનેક ઘટના બની ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...