લંપટ શિક્ષક સાણસામાં:લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક ભાજપ આગેવાનના પતિ સામે પોક્સોનો ગુનો દાખલ, બે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા

રાજકોટ2 મહિનો પહેલા
આરોપીની ફાઇલ તસવીર.
  • આરોપી દિનેશ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં આગેવાન સીમાબેન જોષીનાં પતિ હોવાનું સામે આવ્યું

રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નવી મેંગણી ગામે શાળામાં શાળા સંચાલક અને જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અગ્રણીનાં પતિએ શાળામાં જ અભ્યાસ કરતી બે છાત્રાઓની છેડતી કર્યાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે આરોપી વિરુધ્ધ પોક્સો અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી જિલ્લા ભાજપના આગેવાનોનો પતિ
રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસનાં PSI કે.કે.જાડેજાએ આ મામલે ભોગ બનનાર છાત્રાની માતાની ફરિયાદ પરથી શાળા સંચાલક દિનેશ સામે પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દિનેશ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં આગેવાન સીમાબેન જોષીનાં પતિ હોવાનું સામે આવ્યું છે. હાલ શાળામા છાત્રા સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે.

રાજકોટ ગ્રામ્યના એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ.
રાજકોટ ગ્રામ્યના એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ.

આરોપીની શોધખોળ હાથ ધરાઇ
રાજકોટ ગ્રામ્યના એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનદીપ શાળાનાં સંચાલક આરોપી દિનેશ તેની જ શાળામાં અભ્યાસ કરતી સગીર વયની બે છાત્રાઓને જાતિય સતામણી કરતો હોવાની ફરિયાદ આધારે ભોગ બનનારના પરિવારજનોની ફરિયાદ મેળવી આરોપી વિરુદ્ધ IPC કલમ 354 એ(1) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 10 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(F)(W) મુજબ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

છ વખત અશ્લિલ હરકતો કરી
બંને વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બંને નવી મેંગણીમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે, સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી બંને સામે ખરાબ નજરે જોતો હતો અને અશ્લિલ હરકતો કરતો હતો. ગત તા.9 સપ્ટેમ્બરથી તા.1 ઓક્ટબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થિનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવી હતી અને બંનેને પાછળથી છ વખત અશ્લિલ રીતે જકડી રાખી પજવણી કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...