રાજ્યપાલનું સંબોધન:‘વૈદિક સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવામાં ગુરુકુળનું યોગદાન અમૂલ્ય’

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલે ગૌમાતાનું પૂજન કર્યું હતું. - Divya Bhaskar
રાજ્યપાલે ગૌમાતાનું પૂજન કર્યું હતું.
  • ગુરુકુળમાં અમૃત સંકલ્પ સમારોહમાં રાજ્યપાલનું સંબોધન

સમગ્ર દેશમાં ચાલી રહેલી 280થી વધુ ગુરુકુળોની માતૃસંસ્થા એવી રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત અમૃત સંકલ્પ સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુરુકુળના નૂતન છાત્રાલય ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આધુનિક ઉપભોગવાદી સમયમાં સમાજમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરતી સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થાઓનું સુસંસ્કૃત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન અમૂલ્ય છે તેમ જણાવી ગુરુકુળ સંસ્થાની ઉમદા કામગીરીને બિરદાવી હતી.

ઉદ્યોગપતિ ધીરૂભાઇ કોટડિયા દ્વારા રાજકોટ ખાતે કન્યાઓ માટે સૌ પ્રથમ ગુરુકુળ પ્રારંભ કરવાના સંકલ્પ સાથે રૂ. 51 લાખના યોગદાનને આવકારી આ કાર્ય થકી રાષ્ટ્રની માતાઓ અને બહેનોમાં પણ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ સંસ્કારોના સિંચન થકી ભારતીય પરંપરા અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનમાં અનેરું યોગદાન સિદ્ધ થશે તેવા શુભઆશિષ રાજ્યપાલ દેવવ્રતજીએ પાઠવ્યા હતા. રાજ્યપાલ દેવવ્રતજીએ રૂ.5 લાખ 51 હજાર રૂપિયાનું અનુદાન જાહેર કર્યું હતું. આ ઉપરાંત તેઓએ સંસ્થાના નૂતન છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. અને સંસ્થા ખાતે ગૌમાતાનું પૂજન પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...