તબિયત નાદુરસ્ત:ક્રિકેટર ચેતેશ્વરના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુની હાલત ગંભીર, કેવડિયા નજીક ગોરા આશ્રમમાં સારવાર શરૂ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા તટ પર આવેલા ગોરા આશ્રમમાં બાપુની સારવાર ચાલી રહી છે. - Divya Bhaskar
નર્મદા તટ પર આવેલા ગોરા આશ્રમમાં બાપુની સારવાર ચાલી રહી છે.
  • શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થતા હાલત ગંભીરઃ સેવક
  • આશ્રમના એક રૂમમાં ICUની સુવિધા સાથે તબીબી ટીમ ખડેપગે

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુની તબિયત નાદુરસ્ત છે. તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની સારવાર કેવડિયા નજીક ગોરા આશ્રમમાં ચાલી રહી છે. સારવાર માટે ગોંડલના તબીબોને ગોરા આશ્રમ બોલાવવામાં આવ્યા છે. હરિચરણદાસ બાપુની ઉંમર 100 વર્ષની છે. ગંભીર તબિયતને કારણે તેમના અનુયાયીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભાવિકો દ્વારા સ્વસ્થ તબિયતને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

બાપુને શ્વાસ અને ઇન્ફેક્શનની બિમારી
ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલનાં ડો.વિદ્યુત ભટ્ટ અને ડો.શાહ તબીબી ટીમ લઈ ગોરા આશ્રમ રવાના થયા છે. આશ્રમના સેવક કિશોરભાઈ ઉનડકટ પણ રવાના થયા છે. હરિચરણદાસ બાપુને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયાનું અને હાલ ગંભીર હાલત હોવાનું કિશોરભાઈ ઉનડકટે જણાવ્યું હતું. હાલ બાપુને 100 વર્ષ થયા હોય શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

હરિચરણદાસ બાપુ એક મહિનાથી ગોરા આશ્રમમાં છે
રણછોડદાસ બાપુના શિષ્ય ગણાતા હરિચરણદાસ બાપુ છેલ્લા એક મહિનાથી નર્મદા તટે આવેલા ગોરા આશ્રમમાં છે. ત્યાં તેને જૂની શ્વાસની બિમારીએ ઉથલો મારતા આશ્રમ ખાતે તૈયાર કરાયેલા આઇસીયુ રૂમમાં તૈનાત તબીબી ટીમ દ્વારા સઘન સારવાર શરૂ કરાઇ છે. પરંતુ હાલત નાજુક બનતા ગોંડલથી તબીબી ટીમ સત્વરે ગોરા આશ્રમ રવાના થઈ છે.

હરિચરણદાસ બાપુ છેલ્લા એક મહિનાથી નર્મદા તટ પર આવેલા ગોરા આશ્રમમાં છે.
હરિચરણદાસ બાપુ છેલ્લા એક મહિનાથી નર્મદા તટ પર આવેલા ગોરા આશ્રમમાં છે.

અગાઉ હિમોગ્લોબિન લેવલ ઓછું થઇ જતા તબિયત લથડી હતી
એપ્રિલ 2020માં હરિચરણદાસ બાપુની તબીયત લથડી હતી. હરિચરણદાસ બાપુનું હિમોગ્લોબીન લેવલ ઓછું થઈ જતા તેમને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા. ગોંડલની રામ હોસ્પિટલના ડોક્ટરોએ બાપુના જ રૂમમાં તમામ સારવાર આપી સ્વસ્થ કર્યા હતા. તેમજ 2 ફેબ્રુઆરી 2020માં હરિચરણદાસ બાપુ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતા થાપામાં ફ્રેક્ચર થયું હતું. ત્યાંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતાં થાપાના ભાગમાં ઈજા થઇ હોય ઓપરેશન કરાવવાનું જણાવતાં ત્વરીત અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ચાર્ટડ પ્લેન મારફત ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી.

ચેતેશ્વર પુજારા જન્મદિવસ, એનિવર્સરી અને ગુરૂપૂર્ણિમાએ એવશ્ય ગુરૂના આશીર્વાદ લે છે.
ચેતેશ્વર પુજારા જન્મદિવસ, એનિવર્સરી અને ગુરૂપૂર્ણિમાએ એવશ્ય ગુરૂના આશીર્વાદ લે છે.

ચેતેશ્વર પોતોના જન્મદિવસે ગુરૂના આશીર્વાદ અવશ્ય લે છે
પોતાનો જન્મદિવસ હોય, પોતાની પત્નીનો જન્મદિવસ હોય, પોતાના લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરૂ પૂર્ણિમા ચેતેશ્વર પુજારા હરિચરણદાસ બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે, સાથે જ તેમનું પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે. ચેતેશ્વર પુજારાનો આખો પરિવાર હરિચરણદાસ બાપુને પોતાના ગુર માને છે.

અન્ય સમાચારો પણ છે...