રાજકોટના સમાચાર:ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની રેલી, કોઠારિયા પાસે રોજીરોટી માટે કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા દેવાતા નથી, પોલીસ બંદોબસ્તની CP પાસે માગ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ બંદોબસ્ત આપવા પોલીસ કમિશનર સમક્ષ માગ. - Divya Bhaskar
પોલીસ બંદોબસ્ત આપવા પોલીસ કમિશનર સમક્ષ માગ.

રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પરથી આજે મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રેલી યોજી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઠારિયા પાસે રોજીરોટી માટે કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા દેવામાં આવતા નથી. આથી આ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ફાળવી કડિયા કામ કરતા લોકોને એકઠા થવા દેવા માગ કરવામાં આવી છે.

15 દિવસથી સમાજના લોકોને એકઠા થવા દેવામાં આવતા નથી
છેલ્લા ઘણા વર્ષોથી સાંજના 6.30થી 9 વાગ્યા સુધી કડિયા કામ, લાદી કામ, ચણતર કામ સહિતની મજૂરી કામ કરતા લોકો કોઠારીયા રોડ પર સ્વિમિંગ પુલ બાજુની શેરીમાં ઉભા રહી રોજીરોટી માટે એકઠા થતા હતા. જેને છેલ્લા 15 દિવસથી ઉભા રહેવા દેવામાં આવતા નથી અને રોજીરોટી મળવી મુશ્કેલ થાય છે ત્યારે આ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં જ ઉભા રહેવા દેવામાં આવે તેવી માગ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ 10થી 12 બેઠક પર કડિયા સમાજનું પ્રભુત્વ હોવાથી સમાજને ન્યાય આપવામાં આવે અને યોગ્ય વ્યક્તિને પ્રભુત્વ સોંપવામાં આવે તે માટે લોકશાહી ઢબે દરેક પક્ષ પાસે માગ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા.
મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા.

રાજકોટ જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રાનો મેટોડાથી પ્રારંભ
રાજકોટ જિલ્લામાં આજે વિશ્વાસથી વિકાસયાત્રાનો મેટોડાથી પ્રારંભ થયો છે. આ અવસરે વાહન-વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે લોધિકા અને પડધરી તાલુકાના આશરે રૂપિયા 3.50 કરોડથી વધુનાં વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેટોડા GIDC ખાતે પ્રાંત કક્ષાનો લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોધિકા તાલુકાના રૂ.237.40 લાખના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.52.80 લાખનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત, તેમજ પડધરી તાલુકાના રૂ.20 લાખનાં કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.40 લાખનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

મંત્રી અરવિંદ રૈયાણીએ વિકાસ કામોના લોકાર્ણપ અને ખાતમુહૂર્ત કર્યા,
મંત્રી અરવિંદ રૈયાણીએ વિકાસ કામોના લોકાર્ણપ અને ખાતમુહૂર્ત કર્યા,

ધોરાજી ખાતે રૂ.1.71 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાના સંયુકત ઉપક્રમે ધોરાજીના નગરપાલિકા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડીયાના વરદ હસ્તે ધોરાજી તાલુકાના કુલ રૂ. 98.97 લાખ, ઉપલેટા તાલુકાના રૂ.17.50 લાખ, જામકંડોરણા તાલુકાના કુલ રૂ. 54.90 લાખના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત તથા ધોરાજી તાલુકાના કુલ રૂ.38.08 લાખ, ઉપલેટા તાલુકાના કુલ 13.20 લાખ, જામકંડોરણા તાલુકાના કુલ રૂ. 20.20 લાખના નવનિર્મિત વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તૈયાર થયેલ ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણાના આવાસ યોજનાના લાભાર્થી પરિવારોને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

8 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનશે
રાજકોટ શહેરના નિર્મલા રોડ પર નવા બનાવવામાં આવી રહેલ ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાટર તથા રૈયા ગામ ખાતે આધુનિક સ્મશાન બનાવવાની ચાલુ કામગીરીમાં પ્રોજેક્ટ નિરીક્ષણ માટે મનપા કમિશનર અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી હતી. નિર્મલા રોડ પર આશરે 25 વર્ષ જુના ફાયર સ્ટેશનને તોડી અંદાજે 8 કરોડના ખર્ચે નવા બાંધકામ સાથે ફાયર સ્ટેશન સ્ટાફ ક્વાર્ટર બનાવવા નિર્ણય કરવામાં આવેલ છે.

4 કરોડ ખર્ચે આધુનિક સ્મશાન બનશે
આ ફાયર બ્રિગેડ સ્ટેશનમા ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ પર ફાયર બ્રિગેડના વાહનો તથા ગેરેજની સુવિધા અને કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, સર્વિસ એરિયા, સ્‍ટેશન ઓફિસરની ઓફિસ, સ્‍ટાફ રૂમ, માલ-સામાન રૂમ બનાવવામાં આવશે જયારે બીજાથી છઠૃો માળ સુધીમાં લિફ્ટ સાથેના સ્ટાફ માટે 2 BHK ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે પશ્ચિમ રાજકોટમાં વોર્ડ નં. 9 માં રૈયા મુકિતધામ ખાતે અંદાજિત 4 કરોડ ખર્ચે આધુનિક સ્મશાન બનાવવાની કામગીરી ચાલુ છે જેમાં ગ્રાઉન્‍ડ ફલોર તથા ફર્સ્‍ટ ફલોરમાં આશરે 1230.00 ચોરસ મીટરમાં સ્‍મશાન બનાવવાનાં કામનો સમાવેશ થયેલ છે. તેમજ આ સ્‍મશાન તૈયાર થયા પછી કોન્‍ટ્રાકટરએ ઇલેકટ્રીક અને ગેસ આધારીત ક્રિમેશ ફર્નેશ સીસ્ટમ અને સંલગ્ન ઇલેકટ્રીક, મીકેનીકલ, સીવીલ કામ સાથે પાંચ વર્ષનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરવાનું રહેશે. આ આધુનિક ઇલેકટ્રીક તેમજ ગેસ આધારીત નવાં સ્‍મશાનનું કામ થવાથી વોર્ડ નં. 1,2,9 અને 10 નાં આશરે એક લાખથી વધુ રહેવાસીઓને આ સ્‍મશાનનો લાભ પ્રાપ્‍ત થશે.

અન્ય સમાચારો પણ છે...