ચેમ્બરની ચૂંટણી:ગુપ્તરાહે વેપારી નેતાની બેઠકો શરૂ, ચેમ્બરની ચૂંટણીને પગલે વેપારીઓમાં સળવળાટ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ચેમ્બરની ચૂંટણી જાહેર થતાની સાથે જ વેપાર જગતમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. મતદારોને રિઝવવા માટે ખાનગીરાહે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. જોકે હાલની બોડીની ટર્મ પૂરી થતા તે હવે વહીવટી નિર્ણય લઈ શકશે નહિ. આવતા સપ્તાહ સુધીમાં ચેમ્બરનો ચાર્જ ઈલેક્શન કમિટીને સોંપી દેવામાં આવશે. 13 ફેબ્રુઆરીએ ચેમ્બરની ચૂંટણી થશે. ચાલુ વર્તમાન બોડીએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે, પરંતુ હજી બીજા કોઇએ દાવેદારી નોંધાવી નથી.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ વખતે પ્રમુખ સહિત આખે આખી પેનલ બિનહરીફ થાય તેવી સંભાવના છે. અત્યારે રાજકોટમાં ત્રણ ચેમ્બર છે. રાજકોટ ચેમ્બરમાં બાકીની બે ચેમ્બરનું મર્જ કરીને એક જ ચેમ્બર ઓફ કોમર્સ બનાવાવમાં આવે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

જો આવું થશે તો નવી જે પેનલ બનશે તેમાં ત્રણેય ચેમ્બરના હોદ્દેદારો જોવા મળશે. ચાલુ વર્તમાન બોડીએ ત્રણ વર્ષમાં 64 કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે હજુ સુધી કોઈએ દાવેદારી નોંધાવી નથી. ઈલેક્શન કમિટી આગામી સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે ત્યારે સળવળાટ જોવા મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ વખતની ચૂંટણી ઉમેદવારે કાર્યક્ષમતાના જોરે જીતવી પડશે તેમ ચર્ચાઓ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...